દેશમાં સતત ચોથા માસમાં નિકાસમાં નોંધપાત્ર ઘટાડો

નવેમ્બર માસમાં આયાત ૧૧ ટકા ઘટી ૩૮ અબજ ડોલર રહી : નિકાસ વધારી દેવા માટે વિવિધ પગલાઓની જરૂર
By: admin   PUBLISHED: Sat, 14 Dec 2019 15:05:45 +0530 | UPDATED: Sat, 14 Dec 2019 15:05:45 +0530

નવેમ્બર મહિનામાં નિકાસમાં ૦.૩૪ ટકા ઘટાડો

ભારતમાં આર્થિક સુસ્તીની સ્થિતી વચ્ચે વધુ એક નિરાશાજનક આંકડા હાથ લાગ્યા છે. આંકડામાં દર્શાવવામાં આવ્યુ છે કે નવેમ્બર મહિનામાં ભારતની કુલ કિાસ૨૬ અબજ ડોલરની આસપાસ રહી છે. આયાત ૩૮ અબજ ડોલરની આસપાસ રહી છે. એંકદરે આયાત અને નિકાસ બંનેમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે.

આંકડા પર નજર કરવામાં આવે તો નવેમ્બર ૨૦૧૮માં વેપાર ખાદ્ય ૧૭.૫૮ અબજ ડોલરથી ઘટીને આ વર્ષે ૧૨.૧૨ અબજ ડોલર રહી છે. આવી જ રીતે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં આયાત ૪૩.૬૬ અબજ ડોલર રહી છે. તેમાં પણ ઘટાડો થયોછે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં દાવો કરવામાં આવ્યો  છે કે નવેમ્બર મહિનામાં નિકાસમાં ૦.૩૪ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આની સાથે જ નિકાસનો આંકડો ૨૬ અબજ ડોલર સુધીનો રહ્યો છે. આવી જ રીતે આયાત ૧૧ ટકાસુધી ઘટી ગઇ છે. સતત ચોથા મહિનામાં નિકાસમાં ઘટાડો થયોછે.

દેશમાં આર્થિક સુસ્તીની સ્થિતીને દુર કરવા માટે સરકારના સ્તર પર વિવિધ પગલા લેવામાં આવી રહ્યાછે. ગઇકાલે શુક્રવારે જ નાણાં પ્રધાન નિર્મલી સીતારામને કહ્યુ હતુ કે સુધારા પ્રક્રિયાનો દોર જારી રહેનાર છે. સ્થિતીને હળવી કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર હવે દેખાવવા લાગી ગઇ છે. નિકાસને પ્રોત્સાહન આપવા માટેની દિશામાં પણ અવિરત પગલા લેવામાં આવી રહ્યા છે. 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.