કેરાલામાં 48 કલાકમાં આવી શકે વરસાદ,ગુજરાતે 15 જુન સુધી જોવી પડશે રાહ

ચોમાસુ કેરાલામાં દસ્તક દઇ શકે છે
By: Monika Vyas   PUBLISHED: Tue, 04 Jun 2019 18:24:25 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 18:24:25 +0530

કેરાલા 

જુન મહિનાની શરૂઆત થઇ છે અને દેશમાં ચોમાસાનું આગમન ટકોરા દઇ રહ્યું છે.ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણમાંથી આવનારા પવનોના કારણે ચોમાસુ મજબુતાઇથી  આગળ વધી રહ્યું છે. જો આ જ સ્થિતિ યથાવત રહેશે તો અગામી 48 કલાકમાં કેરળમાં ભારે વરસાદ થવાની શકયતા છે.

 

હાલ ગુજરાતના શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે,ત્યારે રાજ્યમાં 15 જુન પછી ચોમાસુ આવે તેવી શક્યતા છે.

 

કેરાલામાં ચોમાસા આવ્યા પછી ગોવામાં ચોમાસાનું આગમન 12 જૂને થવાની શકયતા છે અને એ પછી મુંબઇમાં આવી શકે છે.

 

ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોમસું છ દિવસ મોડું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમસાનો પ્રથમ વરસાદ 1 જૂનની આસપાસ આવે છે.

 

હવામાન ખાતાના કહેવા પ્રમાણે નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અસમ અને મેઘાલયમાં ભારે વરસાદ આવી શકે છે. જયારે ઝડપી ગરમી હવા(લૂ)થી ઝડપી રાહત મળશે. દિલ્હી સહિત ઉતર ભારતના ઘણાં વિસ્તારોમાં ગરમ હવાઓ હવે ધીરે-ધીરે ઓછી થઈ રહી છે.

 

બે રાજયોમાં સોમવારે ભારે વરસાદ થયો હતો, તેમાં તેલંગાના અને બીજુ ત્રિપુરા સામેલ છે. સોમવારે સાંજે તેલંગાનાના હૈદરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો હતો. તેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આ સિવાય ત્રિપુરાના અગરતાલા સહિત આસપાસના વિસ્તારોમાં ગઈકાલ રાતથી ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.