ખાનગી હવામાન એજન્સીની આગાહી : 4 જુનથી દેશમાં આવી શકે છે ચોમાસું

સ્કાયમેટ દ્રારા ચોમાસાની આગાહી કરવામાં આવી
By: Monika Vyas   PUBLISHED: Tue, 14 May 2019 17:01:12 +0530 | UPDATED: Thu, 23 May 2019 22:27:58 +0530

અમદાવાદ

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે ભારતમાં ચોમાસુ 4 જુનથી શરૂ થઇ શકે છે.સ્કાયમેટના કહેવા પ્રમાણે કેરાલામાં 4 જુનથી ચોમાસું શરૂ થશે.

હવામાન એજન્સીના કહેવા પ્રમાણે દેશમાં આ વર્ષે ચોમાસું 93% જેટલું એટલે કે એવરેજ કરતાં થોડું ઓછુ રહેશે.

દેશમાં ચોમાસુ પહેલવહેલું કેરાલામાં જુનના પહેલા વીકમાં આવતું હોય છે એ પછી જુલાઇ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું આવી જતું હોય છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસુ ૧૫ જૂન આસપાસ પ્રવેશતું હોય છે.ગુજરાતમાં આ વર્ષે નબળું ચોમાસું રહેવાની આગાહી ભડલી વાક્યો અને ગ્રહ-નક્ષત્રની યુતિને જોઇને કેટલાંક નિષ્ણાતો દ્રારા કરવામાં આવી છે. આ વર્ષે એવો વર્તારો છે કે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદ ખેંચાઈ જશે. ગુજરાતમાં 15 જુલાઈથી મધ્યમસર વરસાદના યોગ છે. આ તારણ વરસાદના ગર્ભ, હુતાસણીનો પવન અને અખાત્રીજના પવનના આધારે કરવામાં આવી રહ્યો છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.