આતંકી હુમલામાં શહીદોના સંતાનોને અપાતી સ્કોલરશીપમાં વધારો કરાયો,પોલિસકર્મીઓના બાળકોને પણ મળશે શિષ્યવૃતિ

મોદી સરકારનો પહેલો મહત્વનો નિર્ણય
By: Monika Vyas   PUBLISHED: Fri, 31 May 2019 18:51:18 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:39:47 +0530

દિલ્હી 

નવી બનેલી મોદી સરકારે તેમની બીજી ઇનિંગ્સ શરૂ કરી દીધી હતી.એક મહત્વનો નિર્ણય લેતા વડાપ્રધાન મોદીએ શહીદોના બાળકોની સ્કોલરશીપમાં 500થી 750 રૂપિયાનો વધારો કર્યો છે.પીએમ મોદીએ શહીદોના છોકરાઓને દર મહિને અપાતી સ્કોલરશીપમાં 2000 રૂપિયાથી વધારો કરીને 2,500 રૂપિયા સુધીની કરી હતી,જ્યારે છોકરીઓને અપાતી 2,250 રૂપિયાની સ્કોલરશીપમાં વધારો કરીને 3000 રૂપિયા સુધી કરી હતી.

પીએમ મોદીએ પદભાર સંભાળ્યા પછી પહેલો આ મહત્વનો નિર્ણય કર્યો છે.

પીએમ મોદીએ ટ્વીટ કરતાં જણાવ્યું કે અમારી સરકારનો મહત્વનો નિર્ણય ભારત માતાની રક્ષા કરનારાઓને સમર્પિત છે.નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પીએમ સ્કોલરશીપ સ્કીમમાં આતંકી કે માઓવાદી હુમલામાં શહીદ થનારા પોલિસકર્મીઓના સંતાનોને  પણ હવે આનો લાભ મળશે.

નેશનલ ડિફેન્સ ફંડ હેઠળ પ્રાઇમ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમમાં ટેરર એટેક કે નક્સલી હુમલામાં શહીદ થયેલાં સુરક્ષાકર્મીઓના સંતાનોને સ્કોલરશીપ આપવામાં આવે છે.દર વર્ષે 5,500 જેટલી સ્કોલરશીપ આર્મ ફોર્સના જવાનોના બાળકોને,પેરામિલીટ્રી ફોર્સના 2000 બાળકોને અને રેલ્વે ફોર્સના 150 જેટલા બાળકોને સ્કોલરશીપ અપાય છે.

હવે નવી યોજના હેઠળ ટેરર કે નક્સલ એટેકમાં શહીદ થયેલાં રાજ્ય પોલિસ ફોર્સના બાળકોને પણ દર વર્ષે 500 રૂપિયા સ્કોલરશીપના અપાશે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.