મોબાઇલ બિલ વધારે ઘટશે નહી : ઓફરો જારી રહી શકે

બિલમાં ૪૦ ટકા સુધી ઘટાડો થયા બાદ હવે રાહત મળશે નહી ઃ પ્લાન હવે વધુ સસ્તા નહીં કરવા કંપનીઓ ઇચ્છુક
By: admin   PUBLISHED: Mon, 04 Nov 2019 15:25:39 +0530 | UPDATED: Mon, 04 Nov 2019 15:25:39 +0530

કંપનીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા જારી રહેશે

સામાન્ય લોકોને મોટી રાહત હવે મળવાની શક્યતા ઓછી છે. કારણ કે મોબાઇલ ધારકોના બિલ હવે ઓછા થનાર નથી. જોકે  વધારે ડેટા અને ઓફર્સ તો હાલમાં યથાવત રીતે જારી રહેશે. છેલ્લા કેટલાક મહિનામાં કોલ્સ ફ્રી કરી દેવામાં આવ્યા છે. ડેટા સસ્તા કરવામાં આવ્યા છે. જેના કારણે મોબાઇલ બિલમાં ઘટાડો થયો છે. માસિક મોબાઇલ બિલમાં ૩૦થી ૪૦ ટકા સુધીનો ઘટાડો થયા બાદ હવે બિલ વધારે ઘટવાની શક્યતા નહીવત દેખાઇ રહી છે. રેવેન્યુ લોસ અને માર્જિન પ્રેશરનો સામનો કરી રહેલા ટેલિકોમ ઓપરેટર્સ પ્લાન્સને સસ્તા કરવાના બદલે વધારે ડેટા અને આકર્ષક ઓફર આપી શકે છે.

છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં જિયોનો સામનો કરવા માટે ભારતીય એરટેલ, આઇડિયા સેલ્યુલર અને વોડાફોને સસ્તામાં ટેરિફના લાભ ગ્રાહકોને આપ્યા છે. કાઉન્ટરપોઇન્ટ ટેકનોલોજી માર્કેટ રિસર્ચના કહેવા મુજબ છેલ્લા કેટલાક મહિનામાં લોકોના મોબાઇલ બિલમાં ૯૦ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા વર્ષની તુલનામાં ડેટા માટે યુજર્સને ઓછામાં વધારે ડેટા સુવિધા આપવામાં આવી છે. ટેરિફ વોરમાં જુન ૨૦૧૬થી લઇને ડિસેમ્બર ૨૦૧૭ વચ્ચે જુની કંપનીઓ એરટેલ, વોડાફોનને વાર્ષિક રેવેન્યુમાં ૯.૫ અબજ ડોલરઆશરે ૬૧૭.૫ અબજ ડોલર ઘટી ગયુ હતુ.

એટલુ જ નહીં ગ્રાહકોને મોબાઇલ ફોન કંપનીઓ અને ટેલિકોમ ઓપરેટર્સની ભાગીદારીથી પણ કેશબેકના ઓફર આપવામાં આવ્યા છે.  કંપનીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધાના કારણે સીધો ફાયદો સામાન્ય લોકોને થયો છે. જોકે  હવે મોબાઇલ બિલ વધારે નહીં ઘટે તેવા સંકેત મળી રહ્યા છે. મોબાઇલ કંપનીઓ આ અંગે સહમત છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.