સેક્સ ટેપ લીક થતાં મિશા બર્ટને નારાજ છે: હેવાલ

સેક્સ ટેપ લીક થયા બાદ હવે વધારે સાવધાન થઇ ગઇ
By: admin   PUBLISHED: Fri, 08 Nov 2019 16:07:19 +0530 | UPDATED: Fri, 08 Nov 2019 16:07:19 +0530

સમગ્ર મામલાને બ્લેકમેઇલિંગ તરીકે ગણાવી

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી મિશા બર્ટને પોતાના પૂ્‌ર્વ પ્રેમીની સાથે સેક્સ સંબંધોને લઇને સેક્સ ટેપ અશ્વીલ સાઇટ પર લીક થવાની બાબતને ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે ગણાવીને તેની નિંદા કરી છે. ૩૧ વર્ષીય અભિનેત્રીએ ટીવી શો ડોક્ટર ફિલને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ છે કે તેને જાણવા મળ્યુ છે કે આ ટેપ સૌથી વધારે બોલી લગાવનાર વ્યસ્યિક્તને આપી દેવામાં આવી છે. શો દરમિયાન બર્ટને કહ્યુ હતુ કે કોઇ વ્યસ્યિક્તએ છ મહિના પહેલા સેક્સ ટેપ હોવાની બાબત કરી હતી. કારણ કે જાહેર રસ્તા પર આવીને કોઇ વ્યસ્યિક્તએ તેને આ વાત કરી હતી.

આ વ્યસ્યિક્તએ કહ્યુ હતુ કે તે કોઇ ચીજ તેને બતાવવા ઇચ્છુક છે. અભિનેત્રીએ કહ્યુ હતુ કે તેને શરૂઆતમાં વિશ્વાસ થયો ન હતો. તે આ બાબત પર વિશ્વાસ કરી શકી ન હતી. કારણ કે તે આ શખ્સને પ્રેમ કરતી હતી. તેને વિશ્વાસ થયો ન હતો કે તેની સાથે આવુ થયુ છે. મોડેથી જાણવા મળ્યુ કે આ બાબત સંપૂર્ણપણે શક્ય છે. આ ટેપ જુદા જુદી અશ્લીલ સાઇટ પર શરૂઆતી કિંમત ૫૦૦૦૦૦ ડોલરમાં વેચાઇ રહી હતી.

અભિનેત્રીએ કહ્યુ હતુ કે આ સમગ્ર બાબત ઇમોશનલ બ્લેકમેઇલિંગ તરીકે હતી. તેનુ કહેવુ છે કે હવે તેને જાણવા મળ્યુ છે કે આ પ્રકારના લોકો સાથે દુરી રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી વધારે તે કઇ પણ કરી શકવાની સ્થિતીમાં નથી. મિશા બર્ટન શરૂઆતના દિવસોમાં આ સેક્સ ટેપને લઇને ભારે હતાશ દેખાઇ હતી. જા કે તે કઇ પણ કરી શકી ન હતી. સેક્સ ટેપ અશ્લીલ સાઇટ પર લીક થયા બાદ મિશાની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. મિશા બર્ટન હોલિવુડની લોકપ્રિય સ્ટાર તરીકે છે. તેની તમામ ભૂમિકાની ચાહકો દ્વારા હમેંશા પ્રશંસા કરવામાં આવી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.