મિકા સિંહ નાઇટમાં દાઉદના પરિવારના સભ્ય હાજર રહ્યા

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી થયા બાદ કરાચીમાં યોજાયેલા મિકાસિંહના કાર્યક્રમથી ભારતના લોકો નારાજ
By: admin   PUBLISHED: Tue, 13 Aug 2019 12:26:01 +0530 | UPDATED: Tue, 13 Aug 2019 12:26:01 +0530

આઇએસઆઇ અધિકારીઓ પણ હાજર રહ્યા

ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ ટેન્શનની સ્થિતી રહેલી છે. આવી સ્થિતીમાં કરાચીમાં યોજાયેલા મિકા સિંહના કાર્યક્રમને લઇને દેશમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. મિકા સિંહ નાઇટમાં ઉપસ્થિત રહેલા આઇએસઆઇના અધિકારીઓ અને દાઉદના પરિવારને લઇને નારાજગી છે. બોલિવુડના સ્ટાર સિંગર મિકા સિંહના પાકિસ્તાનમાં જઇને પૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફના એક સંબંધીના આવાસ પર પરફોર્મને લઇને લોકોમાં નારાજગી છે. જો કે આને લઇને કેટલીક ચોંકાવનારી માહિતી સપાટી પર આવી છે.

એમ કહેવામાં આવી રહ્યુ છે કે આ કાર્યક્રમમાં ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે જનરલ પરવેઝ મુશર્રફના સંબધી અસદે પોતાની પુત્રી સેલિનાની મહેંદી રસમ પર મિકા સિંહ નાઇટનુ આયોજન કર્યુ હતુ. કાર્યક્રમનુ આયોજન ડિફેન્સ હાઉસ ઓથોરિટીમાં કરવામાં આવ્યુ હતુ. જે ડી કંપનીના સભ્ય અનિસ ઇબ્રાહિમ અને છોટા શકીલના કરાચી સ્થિત આવાસથી વધારે દુર નથી.

કરાચીના એક ટોપના અખબારે કહ્યુ છે કે ટિશુ પેપર બનાવનાર અસદ વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના સાથી તરીકે છે. જેથી મિકા સિંહ અને તેમના ૧૪ સભ્યોને વીઝા મળી ગયા હતા. તેઓએ આઠમી ઓગષ્ટના દિવસે કાર્યક્રમનુ આયોજન કર્યુ હતુ. પાકિસ્તાન સરકારે હાલમાં ભારતના કલાકારો પર પ્રતિબંધ મુકેલા છે. કાર્યક્રમમાં વિતેલા વર્ષોના સ્ટાર ખેલાડી જાવેદ મિયાદાદના પરિવારના સભ્યો પણ હાજર રહ્યા હતા. લોકો જાણે છે કે મિયાદાદના પુત્ર જુનેદના લગ્ન દાઉદની પુત્રી મહરૂખની સાથે થયા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.