સેક્સી મોની રોય આવનાર દબંગ-૩ ફિલ્મને લઇ ખુશ

હાલમાં પોતાની ૩ ફિલ્મોને લઇને મૌની રોય આશાવાદી
By: admin   PUBLISHED: Sat, 13 Apr 2019 20:40:41 +0530 | UPDATED: Sat, 13 Apr 2019 20:40:41 +0530

સલમાનની ફિલ્મમાં આઇટમ સોંગમાં ચમકશે

નાગિન ટીવી સિરિયલ મારફતે ભારે લોકપ્રિયતા મેળવી લીધા બાદ બોલિવુડમાં ગોલ્ડ ફિલ્મ મારફતે એન્ટ્રી કરી ચુકેલી દેખાવડી મૌની રોયે કબુલાત કરતા કહ્યુ છે કે તેને ટુંકા ગાળાની અંદર એટલી મોટી સફળતા મળશે તેવી અપેક્ષા ન હતી. મૌની  રોયને છેલ્લે સલમાન ખાનની  દબંગ-૩ ફિલ્મ મળી જતા તેની લોકપ્રિયતામાં વધારો થયો છે. મૌની આ ફિલ્મમાં આઇટમ સોંગ કરનાર છે.  મૌની રોયે કહ્યુ છે કે તે પોતાની આવનારી તમામ ફિલ્મોને લઇને ભારે ખુશ છે.

મૌની રોય પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં મેઇડ ઇન ચાઇના નામની ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જેમાં તેની સાથે રાજકુમાર રાવ કામ કરી રહ્યો છે. આ બંને ફિલ્મ ઉપરાંત તેની રણબીર કપુર સાથેની બ્રહ્યાસ્ત્ર નામની ફિલ્મ પણ આ વર્ષે જ રજૂ કરવામાં આવનાર છે. જેમાં તેની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. મૌની રોયે કહ્યુ છે કે તે હાલમાં પોતાની જુદી જુદી ભૂમિકાને લઇને વાત કરવા માટે ઇચ્છુક નથી. પરંતુ તે એટલુ કહી શકે છે કે તમામ ફિલ્મોમાં તેની આશાસ્પદ અને મોટી ભૂમિકા રહેલી છે.

એવા હેવાલ પણ આવી ચુક્યા છે કે રણબીર કપુર સાથેની ફિલ્મમાં તે વિલન તરીકે નજરે પડનાર છે. તેનુ કહેવુ છે કે ત્રણ ફિલ્મો તો હાથ પર છે અને અન્ય પ્રોજક્ટની ઓફર તેની પાસે આવી રહી છે. ફિલ્મ ઉપરાંત તે લાઇફમાં કેટલાક અન્ય ક્ષેત્રોમાં ભાગ્ય અજમાવવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે ટીવી મારફતે જ તે આટલી મોટી સફળતા હાંસલ કરી શકી છે. તેની નાગિન સિરિયલમાં રોલની ચારેબાજુ પ્રશંસા થઇ હતી. તેની પ્રથમ ફિલ્મ ગોલ્ડ હતી. ટીવી અને વેબ પર પણ સારી ઓફર કરવામાં આવશે તો તે ચોક્કસપણે કામ કરનાર છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.