મેનકા ગાંધીની મુસ્લીમોને ધમકી, ’મારી જરૂરત પડશે, વોટ ન આપ્યો તો નોકરી માટે ના આવતા’

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
By: admin   PUBLISHED: Fri, 12 Apr 2019 21:57:39 +0530 | UPDATED: Mon, 15 Apr 2019 22:03:53 +0530

નવીદિલ્હી

સુલતાનપુરથી ચૂંટણી લડવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના વિવાદીત નિવેદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રજા પાસે વોટ લેવાની પ્રતિક્રિયાને મોનકા ગાંધી સૌદેબાજી કરતી જોવા મળી રહ્યા છે.મેનકા ગાંધી વીડિયોમાં સ્પષ્ટ કહી રહ્યા છે કે, ’હું જીતી રહી છૂ લોકોની મદદ અને પ્યારના કારણે...

પરંતુ મારી જીત મુસલમાનો વગર હશે તો, મને વધારે સારૂ નહીં લાગે, કેમ કે, હું એટલું જણાવી દઉ કે, દિલ ખુબ દુખે છે. પછી જ્યારે કોઈ મુસલમાન આવે છે કામ માટે તો હું વિચારૂ છૂ કે રહેવા જ દઉ, શું ફરક પડે છે? આખરે નોકરી એક સૌદેબાજી જ તો હોય છે. આપણે બધા મહાત્મા ગાંધીની છઠ્ઠી ઓલાદ તો છીએ નહીં કે આફમે બસ આપતા જ જઈએ અને પછી ઈલેક્શનમાં માર ખાતા જઈએ.


ત્યારબાદ પ્રિયંકાએ પીલીબતની ચર્ચા કરતા કહ્યું કે, તમે ત્યાં પોતાના લોકોને પુછી શકો છો કે, અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો, મને વોટ ન આપતા.જે સભાને મેનકા આ વીડિયોમાં સંબોધી રહ્યા છે તેમાં મોટાભાગના લોકો અલ્પસંખ્યક સમુદાયના જ જોવા મળી રહ્યા હતા.

 મેનકા એવું પણ કહે છે કે, હું તમારી પાસે દોસ્તીનો હાથ લઈને આવી છુ. પરંતુ, ચૂંટણી પરિણામ સમયે તમારા પોલીંગ બૂથથી અમારા માટે માત્ર ૧૦૦ કે ૫૦૦ વોટ નીક્ળ્યા તો, સમજી લેજો પછી.

ઉલ્લેખનીય છે કે, મેનકા ગાંધીના દીકરા વરૂણ ગાંધીએ ૨૦૦૯માં પીલીભીતમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન એક વિવાદીત નિવેદન આપ્યું હતું, જેને લઈ ઘણો વિવાદ ઉભો થયો હતો. વરૂણે એક સભામાં કહ્યું હતું કે, જો કોઈ હિન્દુઓ સામે હાથ લંબાવે છે અથવા એવું વિચારતા હોય કે હિન્દુ નેતૃત્વહિન છે તો હું ગીતાની કસમ કાઈને કહું છુ કે, હું તે હાથને કાપી નાખીશ. આ નિવેદન પર ચૂંટણી પંચે સંજ્ઞાન લીધુ હતું, ત્યારબાદ વરૂણ ગાંધીએ માફી માંગવી પડી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.