દેશભરમાં તબીબોની હડતાળ જારી: દર્દીઓની હાલત કફોડી

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અપીલ પર ભારતમાં પાંચ લાખ તબીબો હડતાળ ઉપર : તબીબી સેવાને અસર
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 15:09:03 +0530 | UPDATED: Mon, 17 Jun 2019 15:09:03 +0530

એમ્સની પણ ગુલાંટ : હડતાળમાં સામેલ

દેશભરમાં સોમવારે આજે ફરી એકવાર તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા. જેના કારણે દેશભરમાં તબીબી સેવાને માઠી અસર થઇ હતી. દર્દી અને તેમના સગાસંબંધીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની અપીલ પર આ હડતાળ પડી ગઇ છે. હડતાળના કારણે પાંચ લાખ તબીબો સેવા પર હાજર થયા નથી. આ હડતાળમાં દિલ્હી મેડિકલ એસોસિએશનની સાથે જોડાયેલા ૧૮૦૦૦ તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે. એમ્સની સાથે સાથે અન્ય તબીબો પણ હડતાળમાં સામેલ થયા છે.

પહેલા એવા હેવાલ આવ્યા હતા કે એમ્સના તબીબો હડતાળમાં સામેલ થશે નહીં પરંતુ આજે હડતાળમાં જોડાઇ ગયા હતા.એનઆરએસ હોસ્પિટલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા અપરાધીઓને બિનજામીનપાત્ર હેઠળ પકડી પાડવાની પણ માંગ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે.

વારાણસીમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુના તબીબો હડતાળ ઉપર છે. મહારાષ્ટ્ર એસોશિએશન રેસિડેન્ટ ડોક્ટર દ્વારા પણ હડતાળને સમર્થન અપાયું છે. રાજસ્થાનના તબીબો પણ હડતાળમાં આગળ આવ્યા છે.બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. બંગાળમાં તો ૭૦૦ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. 

રાજીનામુ આપનાર તબીબોનું કહેવ છે કે, વર્તમાન સ્થિતિમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી માફીની માંગ કરવામાં આવી છે. સાથે સાથે અનેક શરતો પણ મુકી દીધી છે. તબીબોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેને લઇને તેમને અપેક્ષા ન હતા. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા સંબંધિત માંગ પુરી થશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે.

બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવકારો ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષી ભાજપ અને સીપીએમ દ્વારા ભડકાવવામાં આવ્યા બાદ તબીબો હડતાળ પાડી રહ્યા છે.તબીબોની માંગ છે કે, યોગ્ય સુરક્ષા મળે તે જરૂરી છે. તમામ હોસ્પિટલમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવાની માંગ થઇ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.