જાદુના ખેલે જીવ લીધો,કોલકત્તામાં ગંગા નદીમાં ડુબ્યો જાદુગર

હાવડા બ્રીજ પાસે જાદુનો ખેલ બતાવતો ચંચળ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો
By: Monika Vyas   PUBLISHED: Mon, 17 Jun 2019 16:09:48 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:22:15 +0530


 

કોલકત્તા

 

પશ્વિમ બંગાળમાં કોલકાતા સ્થિત હાવડા બ્રિજ પાસે ગંગા નદીમાં જાદુના ખેલ બતાવી રહેલાં એક જાદુગરનું ડુબી જવાથી મોત થયું છે.41 વર્ષનો આ જાદુગર પાણીમાં ડુબી અને બહાર આવવાનો ખેલ બતાવવા જતો હતો ત્યારે અનેક માણસોની હાજરીમાં ડુબી ગયો હતો.

 

ચંચળ લાહિરી ઉર્ફ મેન્ડ્રેક નામના આ  જાદુગરે જાદુ બતાવવા માટે પોતાને લોખંડની ચેનથી હાથ-પગ બાંધીને નદીમાં ડુબકી લગાવી હતી.ચંચળ છ વર્ષ પહેલાં પણ આ જાદુ કરી ચુક્યો હતો.

 

હુગલી પાસે ગંગા નદીમાં ગયા પછી ઘણો સમય વિતી ગયો પણ ચંચળ બહાર આવ્યો ન હતો, ત્યારબાદ દર્શકોએ પોલીસને જાણ કરી હતી. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગંગામાં લાશની તપાસ કરી રહ્યાં છે. 

 

ચંચળનો ખેલ જોવા લોકો હાવરા બ્રીજની ઉપર ઉભા હતા અને કેટલાંક લોકો નદીની અંદર બોટમાં બેસીને જોતા હતા.

 

નજરે જોનારાનું કહેવું છે કે ચંચળે પોતાના હાથ પગ સાંકળેથી બાંધી દીધા હતા અને એ પછી એક ક્રેનમાં ઘુસીને નદીમાં જતો રહ્યો હતો.એ પછી એ પાછો આવ્યો નથી.


કલેક્ટર સૈયદ વકાર રજાએ જણાવ્યું કે, જાદુગર ચંચલે ક્રેનની મદદથી નદીમાં ડુબકી લગાવી હતી. તે દર્શકોને બતાવવા માંગતો હતો કે નદીની અંદર જાદુથી પોતાના હાથ પગ ખોલીને બહાર આવશે. જો કે, આવું થઈ શક્યું ન હતું.

 

ચંચળ ઉર્ફે મેન્ડ્રેક્સ 6 ફુટના પાંજરામાં હાથેપગે છ લોક મારીને ગયો હતો.ચંચળ પાણીની નીચે 30 ફુટ સુધી જવા માંગતો હતો.ચંચળને મોટી ક્રેન દ્રારા પાણીમાં ઉતારવામાં આવ્યો હતો.

 

જાદુગર ચંચલ પશ્વિમ બંગાળના સોનારપુર શહેરનો રહેવાસી છે. પહેલા પણ તે બે વખત આવો જાદુ બતાવી ચુક્યો છે. 2013માં જાદુ બતાવતી વખતે મરતા મરતા બચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, ચંચળે ગંગામાં જાદુ બતાવવા માટે પોલીસની તેમ જ કોલકત્તા પોર્ટ ટ્રસ્ટની મંજૂરી પણ લીધી હતી. જો કે તેણે એમ કહ્યું હતું કે આ ખેલ બોટ પર થશે અને તે પાણીમાં નહીં જાય.

 

જો કે પાણીમાં ડુબી ગયેલા ચંચલની લાશ મળી નહોતી અને બચાવ ટુકડીઓ તેને શોધવામાં કામે લાગી હતી.

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.