માધુરી દિક્ષીતને પુનાની સીટ પરથી લડાવશે ભાજપ,અટકળો થઇ તેજ

કેટલાંક મીડીયા રિપોર્ટ પ્રમાણે માધુરી દિક્ષીતને પુનાની સીટ પરથી લડાવવામાં આવશે
By: Monika Vyas   PUBLISHED: Thu, 06 Dec 2018 20:07:11 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 20:07:11 +0530


દિલ્હી 

જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત નેનેને 2019ની લોકસભા ચૂંટણીમાં પુનાની બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી લડી શકે છે.કેટલાંક મીડીયા રિપોર્ટ પ્રમાણે આગામી લોકસભાની ચૂંટણીમાં પુનાની સીટ પરથી માધુરી દિક્ષિતને ચૂંટણી લડાવવા વિચારણાં કરી રહ્યું છે.

જો કે માધુરીના ચૂંટણી લડાવવા અંગે ભાજપ તરફથી કોઇ અધિકૃત જાહેરાત થઇ નથી.

ઉલ્લેખનીય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહએ આ વર્ષે જૂનમાં માધુરી સાથે મુંબઈમાં આવેલા તેના ઘરે મુલાકાત કરી હતી. અમિત શાહ એ સમયે પાર્ટીના સંપર્ક ફોર સમર્થન અભિયાન અંતર્ગત મુંબઈ પહોંચ્યા હતા. અમિત શાહે આ દરમિયાન અભિનેત્રીને નરેન્દ્ર મોદી સરકારની ઉપલબ્ધિઓથી માહિતગાર કરી હતી.

મહારાષ્ટ્રના એક પીઢ ભાજપી નેતાએ ગુરુવારે જણાવ્યું કે, માધુરીનું નામ પુનાની લોકસભા સીટ માટે પસંદ કરાયું છે. તેમણે કહ્યું કે પાર્ટી 2019ની લોકસભા ચૂંટણીમાં માધુરી દીક્ષિતને ઉમેદવાર બનાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમારું માનવું છે કે, પુના લોકસભા બેઠક તેમના માટે સારી રહેશે

 ભાજપના નેતાએ કહ્યું કે પાર્ટી ઘણી લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયામાં છે અને દીક્ષિતનું નામ પુના બેઠક માટે પસંદ કરવામાં આવ્યું છે. તેના માટે તેમના નામ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે

વર્ષ 2014માં ભાજપે પુના લોકસભા બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી લીધી હતી અને પાર્ટી ઉમેદવાર અનિલ શિરોલે ત્રણ લાખ કરતા વધારે મતોના અંતરથી જીત નોંધાવી હતી.

માધુરીને ચૂંટણી લડાવવાની યોજના વિશે ભાજપના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું કે આ પ્રકારની યોજના નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્યારે અજમાવી હતી, જ્યારે તેઓ પહેલી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બધા ઉમેદવારો બદલી નાખ્યા અને પાર્ટીને એ નિર્ણયનો લાભ મળ્યો. નવા ચહેરા લાવવાથી કોઈની પાસે ટીકા કરવા માટે કંઈ ન હતું. તેનાથી વિપક્ષ આશ્ચર્યચકિત રહી ગયું અને ભાજપએ વધુમાં વધુ બેઠકો જીતી સત્તા જાળવી રાખી

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.