ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ ઉપર ચાર્જ ખતમ કરવા નિર્ણય

એલઆઇસી દ્વારા નિર્ણય કરાયો
By: admin   PUBLISHED: Tue, 03 Dec 2019 16:32:22 +0530 | UPDATED: Tue, 03 Dec 2019 16:32:22 +0530

મુંબઇ,

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે જીવન વીમા નિગમે કાર્ડ મારફતે તેને કરવામાં આવતા તમામ પેમેન્ટ પર સુવિધા ચાર્જને ખતમ કરવાનો નિર્ણય કરી લીધો છે. આ ચાર્જ છુટછાટ પહેલી ડિસેમ્બરના દિવસથી પ્રભાવી બનાવી દેવામાં આવી છે. એલઆઇસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે ક્રેડિટ કાર્ડ મારફતે પ્રિમિયમ નવીનીકરણ, નવા પ્રિમિયમ અથવા તો લોન તેમજ અન્ય પોલીસી પર લેવામાં આવેલા લોન પર વ્યાજની ચુકવણી પર હવે કોઇ વધારાના ચાર્જ લાગુ કરવામાં આવશે નહીં.

એલઆઇસી દ્વારા કહેવામાં આવ્યુ છે કે ક્રેડિટ કાર્ડ મારફતે ફ્રી ચાર્જ લેવડદેવડની સુવિધા શરૂ કરવામાં આવ્યાબાદ તમામ ગ્રાહકોને સીધો ફાયદો થનાર છે. કાર્ડ ડીપ સેલ્સ મશીન પર પણ આ સુવિધા ઉપલબ્ધ રહેનાર છે. જીવન વીમા બજારમાં એલઆઇસીની હિસ્સેદારી હાલમાં ૭૦ ટકાની આસપાસ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.