ફિટ રહેવા રાત્રે ઊંઘતા પહેલા ભારે ખોરાક લેવાનું ટાળો....

ખોરાકથી દૂરી તમારી ઓછી ઊંઘથી શરીર પર પડતા નકારાત્મક પ્રભાવને ઓછો કરે છે : તણાવ દૂર થાય છે
By: admin   PUBLISHED: Tue, 09 Oct 2018 15:36:57 +0530 | UPDATED: Tue, 09 Oct 2018 15:36:57 +0530

નવા સંશોધનમાં સામે આવ્યુ તારણ

જો તમે મોડી રાત સુધી જાગો છો તો આ દરમિયાન ખાવાથી દૂરી તમારી ઓછી ઊંઘથી પડતા નકારાત્મક પ્રભાવને ઓછો કરે છે. એક નવા સંશોધનમાં આ વાત સામે આવી છે. રાતના સમયે ઓછો ખોરાક લેવાથી વ્યક્તિની એકાગ્રતા અને સતર્કતા ઉપર સકારાત્મક પ્રભાવ પડે છે. પેન્સિલવેનિયા વિશ્વવિદ્યાલયના વરિષ્ઠ લેખક ડેવીડ ડિંગેઝના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે જાગતા લોકો લગભગ ૫૦૦ કેલરીની ખપત કરે છે.

ડિંગેજના જણાવ્યા અનુસાર, અમારા સંશોધનથી સામે આવ્યુ છે કે, મોડી રાત્રિ સુધી જાગવા છતાં ખોરાકથી દૂર રહેતા લોકો કેટલીક સમસ્યાઓથી દૂર રહી શકે છે જેમાં તણાવ પ્રમુખ છે. સંશોધકોએ સંશોધન દરમિયાન ૪૪ પ્રતિભાગીયોને આ સર્વેમાં સામેલ કર્યા જેમની ઉંમર ૨૧થી ૫૦ વર્ષ વચ્ચે હતી. તેમને દિવસમાં વધુ ખોરાક અને પાણી વગેરે આપવામાં આવ્યુ.

સાથે જ આ દરમિયાન તેમને ત્રણ રાતમાં માત્ર ચાર કલાક જ ઊંઘવા દેવામાં આવ્યા. ચોથી રાત્રે ૨૦ પ્રતિયોગીઓને ખોરાક અને પાણી આપવાનું ચાલુ રખાયુ, જ્યારે બાકીના લોકોને રાત્રે ૧૦ વાગ્યા બાદ માત્ર પાણી પીવાની મંજુરી આપવામાં આવી. સાથે જ આ તમામને સવારે ચાર વાગ્યા સુધી ઊંઘવાની પરમીશન આપવામાં આવી.

સંશોધકોના જણાવ્યા અનુસાર, મોડી રાત્રિ સુધી ખોરાક વગર રહેનાર પ્રતિયોગી વધુ સ્વસ્થ અને તાજા દેખાયા. જ્યારે, મોડી રાત્રિ સુધી ખોરાક લેનારા લોકો સુસ્ત અને તેમની એકાગ્રતા પર પણ નકારાત્મક અસર પડી. આ સંશોધનનું તારણ અમેરિકામાં ૬ અને ૧૦ જુન સુધી આયોજિત કરવામાં આવનાર એસોસિએટેડ પ્રોફેશનલ સ્લીપ સોસાયટીની ૨૯મીં વાર્ષિક બેઠકના સ્લીપ-૨૦૧૫માં પ્રસ્તુત કરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.