કોહલી વિન્ડીઝ સામે સૌથી વધુ રન કરનારો બેટ્‌સમેન

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કોહલીના હવે ૨૦૩૨ રન થયા છે
By: admin   PUBLISHED: Mon, 12 Aug 2019 17:21:22 +0530 | UPDATED: Mon, 12 Aug 2019 17:21:22 +0530

જાવેદ મિયાદાદનો રેકોર્ડ કોહલીએ તોડ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની યશકલકીમાં વધુ એક મોરપીછુ ઉમેરી લીધુ છે. કોહલી હવે વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બની ગયો છે. કોહલી એક પછી એક રેકોર્ડ પોતાના નામ પર કરી રહ્યો છે. રવિવારના દિવસે પોર્ટ ઓફ સ્પેન ખાતે રમાયેલી શ્રેણીની બીજી મેચમાં કોહલીએ આ સિદ્ધી હાંસલ કરી હતી. કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સીમે હવે ૨૦૩૨ રન બનાવી લીધા છે.

વેસ્ટ ઇન્ડિઝની સામે પાકિસ્તાનના જાવેદ મિયાદાદે ૬૪ મેચમાં ૬૪ ઇનિગ્સ રમીને ૩૩.૮૫ રનની સરેરાશ સાથે ૧૯૩૦ રન બનાવી લીધા છે. જેમાં એક સદી અને ૧૨ અડધી સદીનો સમાવેશ થાય છે. મિયાદાદે વિન્ડીઝની સામે પોતાની છેલ્લી મેચ ૧૯૯૩માં રમી હતી. બીજી બાજુ આ મેચ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સામે ૩૩ ઇનિગ્સમાં ૭૦ રનની સરેરાશ સાથે ૧૯૧૨ રન બનાવ્યા હતા.

કોહલીએ વેસ્ટ ઇન્ડિઝની સામે વનડે મેચમાં સાત સદી અને ૧૦ અડધી સદી કરી છે. વેસ્ટ ઇન્ડિઝની સામે સૌથી વધારે વનડે રનની વાત કરવામાં આવે તો માર્ક વોગ ત્રીજા સ્થાન પર છે. માર્ક વોગે ૧૭૦૮ રન બનાવ્યા છે. જેક કાલિસે ૧૬૬૬ રન બનાવ્યા છે. પાકિસ્તાનના રમીઝ રાજાએ પણ વેસ્ટ ઇન્ડિઝની સામે જોરદાર બેટિંગ કરી હતી. રમીજ રાજાએ ૧૬૨૪ રન કર્યા હતા. ભારતની વાત કરવામાં આવે તો સચિન પણ સામેલ છે. દ્રવિડ પણ યાદીમાં સામેલ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.