કેએલ રાહુલે વનડે ક્રિકેટમાં પૂરા કર્યાં ૧૦૦૦ રન

કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી ૧૦૦૦ રન પૂરા કરનાર ચોથો બેટ્‌સમેન
By: admin   PUBLISHED: Fri, 17 Jan 2020 21:46:58 +0530 | UPDATED: Fri, 17 Jan 2020 21:46:58 +0530

રાજકોટ

ભારતીય ટીમના ઓપનિંગ બેટ્‌સમેન કેએલ રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટના મેદાન પર બીજી વનડે આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન લોકેશ રાહુલે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના માટે એક માઇલસ્ટોન પૂરો કર્યો હતો. રાહુલે ભારતીય ટીમ માટે વનડે ક્રિકેટમાં ૧૦૦૦ રન પૂરા કરી લીધા છે.જમણા હાથના બેટ્‌સમેન રાહુલ ઓસ્ટ્રેલિયા સામે બીજી વનડેમાં ૬૪મો રન બનાવ્યો તો વનડે ક્રિકેટમાં તેના રનોની સંખ્યા ૧૦૦૦ થઈ ગઈ હતી.

આ વ્યક્તિગત સિદ્ધિ હાસિલ કરનાર રાહુલનું ટીમના સાથી ખેલાડીઓએ તાળી વગાડીને સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ૫૨ બોલમાં ૮૦ રન બનાવી આઉટ થયો હતો. આ ઈનિંગમાં તેણે ૬ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. અંતિમ ઓવરોમાં તેણે સ્ટાર્ક અને કમિન્સને નિશાન બનાવ્યા હતા.કેએલ રાહુલ ભારતીય ટીમ માટે સૌથી ઝડપી ૧૦૦૦ રન પૂરા કરનાર ચોથો બેટ્‌સમેન બની ગયો છે.

રાહુલે ૨૭ ઈનિંગમાં આ કમાલ કર્યો છે. તેની પહેલા વિરાટ અને શિખર ધવને ૨૪-૨૪ ઈનિંગમાં અને નવજોત સિંહ સિદ્ધૂ ૨૫ ઈનિંગમાં ૧૦૦૦ રન બનાવી ચુક્યા છે. તો એમએસ ધોની અને અંબાતી રાયડૂએ ૨૯-૨૯ ઈનિંગમાં એક હજાર રન પૂરા કર્યાં હતા.ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરનાર રાહુલે પોતાની પર્દાપણ મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદથી તે ટોપ ઓર્ડરમાં રમતો રહ્યો છે. પરંતુ હવે શિખર અને રોહિત ભેગા થતાં તેણે નિચલા ક્રમમાં બેટિંગ કરવી પડે છે. આજે તે ૫માં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો જ્યારે મુંબઈ વનડેમાં તેણે ત્રીજા ક્રમે બેટિંગ કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.