કરિના કપુરને જોઇને હિન્દી ફિલ્મોમાં આવી છે : કિયારા

કિયારા અડવાણીની લોકપ્રિયતાનો ગ્રાફ સતત વધ્યો છે
By: admin   PUBLISHED: Tue, 13 Aug 2019 12:21:55 +0530 | UPDATED: Tue, 13 Aug 2019 12:21:55 +0530

કરિના કપુરની લોકપ્રિયતા આજે પણ અકબંધ

કરીના કપુર ભલે ફિલ્મોથી હવે દુર થઇ ચુકી છે પરંતુ તેના ચાહકો હજુ રહેલા છે. નવી અભિનેત્રીઓ પણ તેનાથી પ્રેરિત રહી છે. કરીના કપુર હાલમાં ઓછી ફિલ્મો કરી રહી હોવા છતાં તેની લોકપ્રિયતા અકબંધ રહી છે. હાલમાં પણ તે લાઇમ લાઇટમાં રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ દિન પ્રતિદિન વધી રહી છે. હવે તેની ફેનની યાદીમાં વધુ એક અભિનેત્રી આવી ગઇ છે. જેમાં કિયારા અડવાણીનો સમાવેશ થાય છે. કિયારા અડવાણીને બોલિવુડમાં વધારે સમય થયો નથી પરંતુ તેની બોલબાલા ચાહકોમાં જોવા મળે છે.

મળેલી માહિતી મુજબ તે ગુડ ન્યુજ નામની ફિલ્મમાં કરિના કપુરની સાથે નજરે પડનાર છે. ખાસ બાબત એ છે કે ફિલ્મમાં કિયારાને હવે દિલજીત અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે કામ કરવાની પણ તક મળી રહી છે. જો કે તે આના કરતા કરીના કપુર સાથે સ્ક્રીન શેયર કરવાને લઇને આશાવાદી છે. તે કરીના પ્રત્યે ક્રશ ધરાવે છે. મતલબ એ છે કે કિયારા કરીના કપુરને પોતાની પસંદગીની અભિનેત્રી તરીકે ગણે છે.

કિયારા કરીના કપુરની કેટલી મોટી ફેન છે તેનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે તે કરીના કપુરની ફિલ્મોને ખુબ મસ્તી સાથે નિહાળે છે. તેનુ કહેવુ છે કે કરિના કપુરને ઉડતા પંજાબ ફિલ્મમાં જોયા બાદ તે ફિલ્મ કેરિયર બનાવવા  માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે કરીના કપુરની તમામ ફિલ્મોને પસંદ કરે છે પરંતુ તેની કભી ખુશી કભી ગમના તેના રોલને ખુબ પસંદ કરે છે. તેની ઓમકારા ફિલ્મમાં પણ ડોલી તરીકેની ભૂમિકા લોકપ્રિય રહી હતી. કિયારા અડવાણી માને છે ે બોલિવુડમાં તેની પાસે આગળ વધવા માટે અનેક અવકાશ છે. તે બોલિવુડમાં ટકી રહેવા માટે તમામ પ્રયાસ કરી રહી છે. તે હાલમાં ખુબ ઓછી ફિલ્મ કરી શકી છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.