કેટ મોસ હજુ પણ સેક્સી સીન કરવામાં ખટકાટ અનુભવે છે

ખુબ સંઘર્ષ કરીને ટોપ સ્થાન પર પહોંચી છે : અહેવાલ
By: admin   PUBLISHED: Mon, 09 Dec 2019 18:45:49 +0530 | UPDATED: Mon, 09 Dec 2019 18:45:49 +0530

લાઇફમાં ખુબ ખરાબ સમય જોઈ ચુકી છે

મોડલ કેટ મોસનુ કહેવુ છે કે તે કેમેરાની સામે ટોપલેસ થવાને લઇને હજુ પણ ખચકાટ અનુભવ કરે છે. અલબત્ત તે અનેક વખત કેમેરાની સામે ટોપલેસ થઇ ચુકી છે. સુપરમોડલ કેટ મોસના આ નિવેદનના કારણે ચાહકોમાં ભારે ચર્ચા છે. પોતાના મોડલિંગના દિવસોની યાદ કરતા કેસ મોસ કહે છે કે તે પણ વ્યાપક શોષણનો શિકાર થઇ છે. તેની સમક્ષ વારંવાર ટોપલેસ થઇને પોઝ આપવા માટે કહેવામાં આવતુ હતુ. જેના કારણે તે ભારે મુશ્કેલીનો અનુભવ કરતી હતી. કેટ મોસે હાલમાં જ મેગન કેલી ટુડેના શો દરમિયાન આ વાત કરી હતી. શો દરમિયાન વેબસાઇટ પેજસિક્સ ડોટ કોમના કહેવા મુજબ મેગન કેલે ટુડે દ્વારા કેટલાક વેધક પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જોકે કેટ મોસ યોગ્ય રીતે જવાબ આપતી નજરે પડી હતી.

૪૪ વર્ષીય કેટ મોસે કહ્યુ હતુ કે મોડલિંગ કેરિયરમાં તે કેટલાક વર્ષો સુધી સંઘર્ષ કરતી રહી હતી. તેનુ કહેવુ છે કે તે જ્યારે ટોપ મોડલ તરીકે હતી ત્યારે વારંવાર ટોપલેસ થઇને પોઝ આપવા માટે કહેવામાં આવતુ હતુ. તેનુ કહેવુ છે કે એ વખતે તે દબાણમાં પણ હતી. તે કોર્નિન નામની મહિલા ફોટોગ્રાફરની સાથે કામ કરી રહી હતી. તે તેના ટોપલેસ ફોટો પાડવાનુ પસંદ કરતી હતી. જોકે તે શરૂઆતમાં આ બિલકુલ પસંદ કરતી ન હતી.

કેસ મોસ કેÂલ્વન ક્લેનના ઓબ્શેન પરફ્યુમની જાહેરાતમાં ન્યુડ નજરે પડી હતી. આના પર તે કહે છે કે તે કેમેરાની સામે ન્યુડ થવાને લઇને બિલકુલ પણ વિશ્વાસમાં રહેતી નથી. તેને ન્યુડ સીન આપવા પસંદ નથી. વર્ષ ૧૯૯૦માં કેટ મોસ ફેશનની દુનિયામાં લોકપ્રિય થઇ ગઇ હતી. ગ્રેટર લંડનમાં જન્મેલી કેટ મોસ ૧૪ વર્ષની વયથી ફેશનની દુનિયામાં સક્રિય થયેલી છે. કેટ મોસ પોતાની ક્લોથિંગ રેંજ પણ ધરાવે છે. તે કેટલાક મ્યુઝિક પ્રોજેક્ટમાં સામેલ રહેલી છે. મોડલિંગની દુનિયામાં તે કેટલાક એવોર્ડ જીતી ચુકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.