જમ્મુ કાશ્મીરમાં સિમાંકન બાદ ચૂંટણી કરવા યોજના

સિમાંકનની કામગીરીમાં ચાર મહિનાથી વધુનો સમય
By: admin   PUBLISHED: Fri, 22 Nov 2019 16:12:50 +0530 | UPDATED: Fri, 22 Nov 2019 16:12:50 +0530

એસસી-એસટીને ક્વોટા મળે તેવા સાફ સંકેતો

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીમાં હજુ વધારે સમય લાગી શકે છે. કારણકે વિધાનસભા સીટોની સિમાંકન કામગીરી બાદ જ જ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા પહેલા સિમાંકનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ પ્રક્રિયામાં કમ સે કમ ચાર મહિનાનો સમય લાગી શકે છે. જમ્મુ કાશ્મીર ફેરરચના એક્ટ ૨૦૧૯ના કહેવા મુજબ પ્રદેશમાં વિધાનસભા સીટો માટે સિમાંકન ખુબ જરૂરી છે.

નવા સિમાંકન હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાબાદ જમ્મુ કાશ્મીરમાં હવે વિધાનસભા રહેનાર છે. હવે વિધાનસભાની સીટોમાં એસસી અને એસટીને અનામત પણ મળનાર છે. અલબત્ત હવે સીટોની સંખ્યા ૧૧૧ના બદલે ઘટીને ૧૦૭ થઇ ગઇ છે. હજુ સુધી આમાંથી ૨૪ સીટો પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર માટે ખાલી રાખવામાં આવતી હતી. હજુ પણ આ સીટો ખાલી જ છોડવામાં આવનાર છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર માટે ૮૩ વિધાનસભા સીટ માટે મતદાન થનાર છે.

ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી ઔપચારિક રીતે સીટોના સિમાંકન અંગે કામગીરી હાથ ધરી નથી.જોકે સુત્રોએ કહ્યુ છે કે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ટુંક સમયમાં જ ચૂંટણી પંચને રાજ્યને લઇને તમામ માહિતીઆપનાર છે. રાજ્યને લઇને પાસ કરવામાં આવેલા બિલ અને સિમાંકન અંગે માહિતી આપવામાં આવનાર છે. જમ્મુની વસ્તી ૫૩ લાખ અને કાશ્મીરની વસ્તી ૬૮.૯ લાખ છે. 

જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઇને હવે રાજકીય પક્ષોમાં ઉત્સુકતા વધી રહી છે. લડાક અને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટેની તારીખ ૩૧મી ઓક્ટોબર ૨૦૧૯ની તારીખ નક્કી કરવામાં આવી છે. આ જ દિવસે દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ પણ છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.