કર્ણાટક પેટાચૂંટણી : લોકસભાની બે અને વિધાનસભાની બે સીટો પર કોંગ્રેસ-જેડીએસની જીત

લોકસભા અને વિધાનસભાની કુલ 5 સીટોમાંથી કોંગ્રસ-જેડીએસએ મેદાન માર્યુ છે.
By: Monika Vyas   PUBLISHED: Tue, 06 Nov 2018 15:08:18 +0530 | UPDATED: Mon, 12 Nov 2018 16:16:30 +0530


બેંગ્લુર

કર્ણાટકમાં 3 લોકસભા અને 2 વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ-જેડીએસએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને કુલ પાંચમાંથી ચાર સીટ પોતાના નામે કરી છે. લોકસભાની ત્રણ સીટમાંથી કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધને 2 સીટી જીતી લીધી છે.વિધાનસભાની બે સીટમાંથી ભાજપના સુપડાં સાફ થઈ ગયા છે. આટલું જ નહીં ભાજપના ગઢ ગણાતી બેલ્લારી સીટમાં પણ કોંગ્રેસે જીત મેળવી છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની પત્ની અનિતા પણ ચૂંટણી જીતી ગઈ છે.

બેલ્લારીની લોકસભાની સીટ પર કોંગ્રેસના ઉમેદવારે અને  માંડ્યા લોકસભાની સીટ પર જેડીએસના ઉમેદવારે જીત મેળવી છે.શિમોગાની સીટ ભાજપે જાળવી રાખી છે.

વિધાનસભાની બે સીટોમાંથી રામનગરની સીટ પરથી જેડીએસના ઉમેદવાર અને કુમારસ્વામીની પત્ની અનીતા એક લાખ વોટથી જીત્યા. જામખંડી વિધાનસભા બેઠક કોંગ્રેસના આનંદ સિદ્ધુ ન્યામાગૌડાએ 39, 480 વોટના અંતરથી જીત મેળવી છે.

શનિવારે યોજાઈ હતી 5 બેઠકો માટે પેટાચૂંટણીકર્ણાટકની પેટા ચૂંટણીમાં આ પાંચ બેઠકો પર શનિવારે 67 ટકા મતદાન થયું હતું. 31 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી બીજેપીના પાંચ, કોંગ્રેસના 3, જેડીએના 2 અને 21 અપક્ષ ઉમેદવારો છે. કોંગ્રેસ-જેડીએસનું ગઠબંધન અને બીજેપી માટે આ પેટાચૂંટણી ખુબ જ મહત્વની છે.

એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી જેડીએસ ઉમેદવાર તરીકે રામનગર બેઠક પર જીત મેળવી છે.

શિમોગાની લોકસભાની સીટથી પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના પુત્ર રાઘવેન્દ્ર યેદિયુરપ્પા બીજેપી ઉમેદવાર તરીકે મેદાનમાં હતા. શિમોગા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવાર રાઘવેન્દ્રએ ભાજપના ગઢને બચાવી લીધો છે.

બેલ્લારી લોકસભા સીટ પર કોંગ્રેસના વીએસ ઉગરપ્પાએ ભાજપના ઉમેદવાર જે શાંતાને મોટા અંતરથી હરાવ્યાં છે. બેલ્લારી લોકસભા સીટથી કોંગ્રેસ ઉમેદવાર વીએર ઉગરપ્પા 2,43,161 વોટના અંતરથી જીત્યાં છે.

માંડ્યા લોકસભા સીટ પર જેડીએસના એલઆર શિવરામેગૌડાએ 3,24,943 વોટના અંતરથી જીત મેળવી છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.