મુખ્યપ્રધાન યેદીયુરપ્પાની ટેન્શન દુર
થઇ
કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર
પેટાચૂંટણી માટે આજે મતગણતરી ચાલી રહી છે. હજુ સુધી જે પ્રવાહ ઉપલબ્ધ ઉપલબ્ધ છે તે
મુજબ ભારતીય જનતા પાર્ટી જારદાર સપાટો બોલાવે તેવી શક્યતા છે. ભારતીય જનતા પાર્ટીએ
બમ્પર જીત તરફ કુચ કરી દીધી છે. જનાદેશ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં
છે. બે સીટ પર આગળ ચાલી રહેલી કોંગ્રેસ પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે.
અહીં ભારતીય જનતા પાર્ટી માટે
પેટાચૂંટણીમાં જીત ખુબ ઉપયોગી હતી. કારણ કે સરકારના ભાવિ પરિણામ પર આધારિત છે.
ભારતીય જનતા પાર્ટીએ ૧૨ સીટ પર અને કોંગ્રેસે બે સીટ પર લીડ મેળવી હતી.પેટાચૂંટણી
માટે હાલમાં મતદાન થયા બાદ રાજકીય પક્ષો જીતના દાવા કરી રહ્યા હતા.
કર્ણાટકના મુખ્યપ્રધાન યેદીયુરપ્પા
માટે આ ચૂંટણી ખુબ મહત્વપૂર્ણછે. કારણ કે તેમની સરકારના ભાવિને પણ આ ચૂંટણી નક્કી
કરી શકે છે. મંગળવારના દિવસે સાંજે છ વાગે પ્રચારનો અંત આવ્યા બાદ હવે રાજકીય
પક્ષોમાં ઉત્તેજના જોવા મળી રહી હતી. કારણ કે મતદારોને લઇને માહિતી મળી રહી ન હતી.
ત્યારબાદ મતદાન પછી પક્ષો દ્વારા ગણતરી કરવામાં આવી રહી હતી.
ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ પક્ષો
જીતના દાવા મતદાન પહેલા જ કરી રહ્યા છે. તોફાની પ્રચારની પ્રક્રિયા ચાલી હતી.
વિપક્ષના નેતા સિદ્ધારમૈયાએ અંતિમ દિવસે હુણસુરમાં કોંગ્રેસ માટે સભા કરી હતી.
જેડીએસ માટે કુમારસ્વામીએ અન્યત્ર જારદાર પ્રચાર કર્યો હતો. કર્ણાટકના મુખ્યપ્રધાન
યેદિયુરપ્પાએ પણ જારદાર પ્રચાર કર્યો હતો. યેદીયુરપ્પાએ ઉત્તર કર્ણાટકના જુદા જુદા
વિસ્તારોમાં આક્રમક પ્રચાર કરીને સ્થિતી ભારતીય જનતા
પાર્ટીની તરફેણમાં કરવાના પ્રયાસો કર્યા હતા.
બેંગલોરની ચાર સીટો માટે પણ યેદીયુરપ્પાએ જારદાર પ્રચાર કર્યો હતો. ગુરૂવારના દિવસે સવારે સાત વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધી મતદાન થયુ હતુ. કર્ણાટકમાં સરકાર હાલમાં ખુબ કટોકટ ચાલી રહી છે. આવી સ્થિતીમાં ૧૫ પૈકી છ કરતા વધારે સીટો જીતવાની બાબત ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે.