કપિલનું કમબેક હીટ સાબિત થયું,ટીઆરપીની રેસમાં શો 5 નંબરે પહોંચ્યો

કપિલ શર્માના શોને લોકો વખાણી રહ્યાં છે.
By: Monika Vyas   PUBLISHED: Fri, 11 Jan 2019 14:04:36 +0530 | UPDATED: Fri, 11 Jan 2019 14:04:36 +0530

મુંબઇ

 એક સમયે ડિપ્રેશનમાં સરી પડેલાં કોમેડીયન કપિલ શર્માની કરિયર દાવ પર લાગી ગઇ હતી.સહ કલાકાર સુનિલ ગ્રોવર સાથેનો ઝગડો,પત્રકાર સાથેની બોલાચાલી અને શોના ઘટતા દર્શકોએ કપિલ શર્માને એક વર્ષ સુધી ડિપ્રેશનમાં રાખ્યો હતો.જો કે હવે એક વર્ષના લાંબા સમય બાદ ટીવી પડદે પાછો ફરેલ કોમેડિયન કપિલ શર્માની વાપસી ધમાકેદાર સાબિત થઇ છે.

કપિલ શર્માનો કમબેક શો ધ કપિલ શર્મા શો ટીઆરપીની રેસમાં 5 નંબર પર પહોંચ્યો છે.

ટીઆરપી આપતી BARCએ આપેલાં 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરી સુધીના આંકડા પ્રમાણે કપિલ શર્માનો શો નંબર 5 પર પહોંચ્યો છે,જ્યારે પહેલા નંબર પર ઝી અનમોલ ચેનલ પર આવી રહેલી કુમકુમ ભાગ્ય છે.

કપિલ શર્માએ છેલ્લે 2018ના માર્ચ મહિનામાં ધ ફેમિલી ટાઇમ વીથ કપિલ શર્મા શો કર્યો હતો જે ટુંક જ સમયમાં ઓફ એર થઇ ગયો હતો.એ પછી કપિલ શર્માની તબિયત બગડી ગઇ હતી અને તે લાંબા સમય સુધી ટીવીના પડદેથી દુર રહ્યો હતો.

જો કે હવે સોની ચેનલ પર ધ કપિલ શર્મા શો ની વાપસી લોકોને ગમી રહી છે અને શો તેના મુળ રૂપે પાછો આવી રહ્યો છે.ટીવી શોના ટીઆરપીના આંકડા પ્રમાણે કપિલનો શો 5 નંબર પર પહોંચી ગયો છે.

જુના શોની શાન ગણાતા સુનિલ ગ્રોવર સાથે ઝઘડો થયા બાદ કપિલ શર્માની જે પડતી થઈ હતી તે જોયા બાદ ઘણા લોકો એવું માનતા હતા કે કપિલનો ટાઈમ પૂરો થઈ ગયો છે. કપિલે એ પછી બે વાર શોમાં વાપસી કરવા પ્રયત્ન કર્યો પરંતું તેનામાં પહેલા જોવો કરિશ્મા જોવા નહોતો મળતો.

કપિલના શોની ટીમ પણ  વિખરાઈ જતા કપિલ ડિપ્રેશનમાં સરી પડ્યો હતો પરંતુ તેણે લાંબો બ્રેક લીધો, ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કર્યા અને હવે તે ફરી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરવા તૈયાર છે.

કપિલ શર્મા તેના ઇન્સ્ટાગ્રામ પર પણ કેક મુકીને તેના શોની સફળતા માટે દર્શકોનો આભાર માન્યો છે.

કપિલ શર્માના કમબેક શોના ચાર એપીસોડ ઓન એર થયા છે,જેમાં રણવીર સિંહ,રોહિત શેટ્ટી,સારા અલી,સલમાન ખાન,સોહિલ ખાન,અરબાઝ ખાન અને સલીમ ખાન આવી ચુક્યા છે.

કપિલના શોમાં કેટલાંક જૂના કલાકારો છે જેમાં ચંદન પ્રભાકર, કિકુ શારદા અને સુમોના ચક્રવર્તીનો સમાવેશ થાય છે. જ્યારે સરપ્રાઇઝ પેકેજમાં ભારતી સિંહ અને કૃષ્ણા અભિષેક કપિલ સાથે જોડાયા છે.

આ શોને હવે સલમાન ખાનનું પ્રોડક્ષન હાઉસ પણ સ્પોન્સર કરી રહ્યું છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.