મેન્ટલ હે ક્યાં ફિલ્મને લઇને કંગના રાણાવત ખુબ ખુશ છે

રાજકુમારની પ્રશંસા કરતા કંગના થાકતી નથી : અહેવાલ
By: admin   PUBLISHED: Tue, 04 Jun 2019 14:27:10 +0530 | UPDATED: Tue, 04 Jun 2019 14:27:10 +0530

ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરાશે

એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત પોતાની આગામી ફિલ્મ મેન્ટલ હે ક્યાં ફિલ્મને લઇને ભારે આશાવાદી બનેલી છે. ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર પોતાની ફિલ્મને લઇને તે ખુબ સંતુષ્ટ અને ખુશ છે. ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને જીમી શેરગિલની મુખ્ય ભૂમિકા છે.

કંગના હાલમાં રાજકુમાર રાવની પ્રશંસા કરતા થાકતી નથી. ફિલ્મમાં રાજકુમાર રાવે પણ પડકારરૂપ ભૂમિકા અદા કરી છે. છેલ્લે કંગના રાણાવતની મણિકર્ણિકા ફિલ્મને લઇને ભારે પ્રશંસા થઇ હતી. હવે તે વધુ એક પડકારરૂપ ભૂમિકામાં નજરે પડનાર છે. મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. ક્વીન બાદ બન્નેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે.

ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે. કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. તેનુ કહેવુ છે કે તે ક્યારેય કોઇની ફેન રહી નથી. પરંતુ ઓપરાને પસંદ કરે છે. તેનુ કહેવુ છે કે તે ત્યાં શુ બોલશે તેની તૈયારી કરી રહી છે. કંગના રાણાવત હાલમાં પોતાના નિવેદનના કારણે ભારે ચર્ચામાં રહી હતી. રિતિક રોશન સાથે પ્રેમ પ્રકરણના કારણે પણ તે સતત ચર્ચામાં રહી હતી.

કંગના રાણાવત બોલિવુડમાં પોતાની એક્ટિંગ કુશળતાના કારણે તમામ મોટી સ્ટારને શરમાવતી રહી છે. તેવી ક્વીન અને રિવોલ્વર રાની જેવી મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર જોરદાર સફળતા મેળવી ચુકી છે. જો કે તેની રંગુન ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફેશન જેવી ફિલ્મમાં તે ફરી કામ કરવાની ઇચ્છા ધરાવે છે. ક્વીન ફિલ્મમાં તેની કુશળતાની તમામે નોંધ લીધી હતી. જો કે કંગના રાણાવત કેટલાક વિવાદોના કારણે બોલિવુડમાં હજુ સુધી સંઘર્ષ કરતી રહી છે.

ટોપના નિર્માતા નિર્દેશકો વિરુદ્ધમાં પણ તે નિવેદન કરતા ખચકાટ અનુભવ કરતી નથી. કગંનાએ બોલિવુડમાં ચાલતા ભાઇ ભત્રીજાવાદના મુદ્દે પણ તેના અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે.મણિકર્ણિકા ફિલ્મમાં કામ કર્યા બાદ કંગના બોલિવુડની સૌથી મોંઘી સ્ટાર તરીકે ઉભરી આવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. કંગના રાણાવતને બોલિવુડમાં સૌથી મોઘી સ્ટાર તરીકે ઉભરી આવ્યા બાદ તેની પાસે કેટલીક નવી ફિલ્મ આવી રહી છે. જેમાં જયા ફિલ્મનો સમાવેશ થાય છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.