‘કલંક’માં વર્ષો બાદ માધુરી દિક્ષીત અને સંજય દત્ત ફિલ્મી પર્દે જોવા મળશે

ટીઝર લૉન્ચ ઇવેન્ટમાં સંજય દત્તે વર્ષો બાદ માધુરીએ સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો
By: admin   PUBLISHED: Tue, 12 Mar 2019 23:15:14 +0530 | UPDATED: Tue, 12 Mar 2019 23:15:14 +0530

નવીદિલ્હી

કરણ જૌહરના પ્રોડક્શન બેનર હેઠળ બનેલી ફિલ્મ કલંકમાં વર્ષો બાદ માધુરી દિક્ષીત અને સંજય દત્ત સ્ક્રીન શેર કરી રહ્યા છે. આ ફિલ્મમાં આ દમદાર કલાકારો ૨૨ વર્ષના લાંબા અંતરાળ બાદ ફિલ્મી પર્દે જોવા મળશે. આજે ફિલ્મનું ટિઝર લૉન્ચ થયુ છે પહેલા ચર્ચા હતી કે કલંકમાં સંજય દત્ત અને માધુરી દિક્ષીત સાથે ભલે કામ કરી રહ્યા હોય પણ એક પણ સીનમાં સાથે નહી હોય પણ ટીઝરમાં એક સીનમાં માધુરી અને સંજય દત્ત એક સાથે નજરે ચડ્યા હતા.ટીઝર લૉન્ચ ઇવેન્ટમાં સંજય દત્તે વર્ષો બાદ માધુરીએ સાથે કામ કરવાના અનુભવને વર્ણવ્યો હતો.

સંજયે આ ઈવેન્ટમાં માધુરીને સંજય દત્ત મેમ કહીને આદરથી બોલાવી રહ્યો હતો. કલંકમાં ધર્મા, વરૂણ, આલિયા, સોનાક્ષી, આદિત્ય તેમજ સૌથી વધુ મેમ માધુરી જી જેમની સાથે હું લાંબા અંતરાળ બાદ કામ કરી રહ્યો છુ.સંજયે કહ્યુ કે આ પૂરી સ્ટાર કાસ્ટ સાથે કામ કરીને મને ખુબજ મજા આવી. સંજય દત્તની આ વાતો પર માધુરી દિક્ષીત પણ હસતી રહી હતી. સંજય દત્તે કહ્યુ કે હું વર્ષો બાદ માધુરી સાથે કામ કરી રહ્યો છુ. આટલા સમય બાદ ઇચ્છી રહ્યો છુ કે તેમની સાથે વધારેમાં વધારે કામ કરી શકુ.

માધુરી દિક્ષીતે પણ પોતાનો આ ખાસ અનુભવ વર્ણવતા કહ્યુ કે અમે ૨૦ વર્ષથી વધારે સમય બાદ કામ કરી રહ્યા છીએ. થોડા સમય પહેલા જ મે અનિલ કપૂર સાથે પણ કામ કર્યુ છે હંમેશા જૂના કો-સ્ટાર્સની સાથે કામ કરવુ ખાસ હોય છે. તેમની સાથે જૂની યાદો જોડાયેલી હોય છે. કલંકમાં સંજય સાથે કામ કરવાનું અદ્ભુત અનુભવ રહ્યો.૯૦ના દશકમાં માધુરી દિક્ષીત અને સંજય દતે ખુબજ કમાલ કરી હતી. સંજય દત્ત સાથે માધુરી દિક્ષીતે ૧૯૯૧માં સાજન ફિલ્મમાં કામ કર્યુ હતુ.

૧૯૮૮માં ખતરોકે ખિલાડીમાં બંને એ પ્રતમ વખત સ્ક્રીન શેર કરી હતી. ખલનાયક ફિલ્મે ખુબજ ચર્ચા મચાવી હતી. આ બંનેની છેલ્લી ફિલ્મ મહાનતા હતી. જે ૧૯૯૭માં રિલીઝ થઈ હતી.સંજય માધુરીએ ઇલાકા, કાનૂન અપના અપના, થાનેદાર, સાજન, ખલનાયક, શાહિબાન, તેમજ મહાનતામાં સાથે કામ કર્યુ હતુ. મલ્ટીસ્ટારર ફિલ્મ કલંક ૧૭ એપ્રીલે રિલીઝ થવાની છે, ફિલ્મના પોસ્ટર, લુક, ટીઝરે સોશિયલ મીડિયા પર ધમાકેદાર રિસ્પોન્સ મેળવ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક વર્મન કરી રહ્યા છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.