વરૂણ અને આલિયાની નવી ફિલ્મ બે દિન પહેલા આવશે

પિરિયડ ડ્રામા ફિલ્મ મલ્ટીસ્ટાર ફિલ્મ હોવાથી રોમાન્ચ
By: admin   PUBLISHED: Tue, 12 Mar 2019 15:54:04 +0530 | UPDATED: Tue, 12 Mar 2019 15:54:04 +0530

૧૭મી એપ્રિલના દિવસે ફિલ્મ રજૂ કરવા તૈયારી

લોકપ્રિય ફિલ્મ નિર્માતા નિર્દેશક પૈકી એક એવા કરણ જોહરે દેશભક્તિ અને ભાગલા પર આધારિત ફિલ્મ કલંક હવે ૧૭મી એપ્રિલના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અનેક કલાકારોને લેવામાં આવ્યા છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા વરૂણ ધવન અને આલિયા ભટ્ટની રહેલી છે. ફિલ્મમાં આ બંનેની સાથે સાથે સંજય દત્ત, માધુરી દિક્ષિત, આદિત્ય રોય કપુર અને સોનાક્ષી સિંહાની પણ ખાસ ભૂમિકા છે. પિરિયડ ડ્રામા ફિલ્મને લઇને ભારે ઉત્સુકતા છે. પહેલા કલંક નામની ફિલ્મ ૧૯મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર હતી. પરંતુ હવે આ ફિલ્મને બે દિવસ પહેલા એટલે કે ૧૭મી એપ્રિલના દિવસે રજૂ કરવામાં આવનાર છે.

ફિલ્મને વહેલી તકે રજૂ કરવા પાછળ કેટલાક હેતુ રહેલા છે. એક હેતુ એ પણ છે કે મહાવીર જયંતિ અને સાથે સાથે ગુડ ફ્રાઇડે આવનાર છે. ઉપરાંત શનિવાર અને રવિવાર પણ સતત આવનાર છે. બે આંશિક રજા પણ રહેનાર છે. ભુતકાળના રેકોર્ડને ધ્યાનમાં લેવામાં આવે તો કહી શકાય છે કે આ મોટી ફિલ્મ માટે ખુબ ઉપયોગી સમય છે. ફિલ્મની રજૂઆતની તારીખ બદલી નાંખવાનો અર્થ એ છે કે કરણ જોહરની ફિલ્મ આડે અન્ય કોઇ ફિલ્મ રહેશે નહીં. છેક ૨૬મી એપ્રિલના દિવસે અન્ય ફિલ્મ રજૂ થશે. એ વખતે એવેન્જર્સ  એન્ડ ગેમ રજૂ કરવામાં આવશે. સુપરહિરોની ફિલ્મની બોલબાલા ભારતમાં હમેંશા રહે છે.

આવી સ્થિતીમાં આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થનાર છે. જેથી ફિલ્મ ચોક્કસપણે સફળ સાબિત થનાર છે. મલ્ટી સ્ટાર ફિલ્મ હોવાથી તમામને સારી ભૂમિકા આપવામાં આવી છે. જો કે વરૂણ ધવન અને આલિયા ભટ્ટની સૌથી મોટી ભૂમિકા છે. સંજય દત્ત પણ મોટા રોલમાં નજરે પડનાર છે. પિરિયડ ડ્રામા ફિલ્મને લઇને કરણ જોહર પણ ભારે આશાવાદી બનેલો છે. સોનાક્ષી સિંહા અને માધુરી દિક્ષિત પણ ખાસ રોલમાં નજરે પડનાર છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.