ભારતના બીજા ૫ શહેરમાં બુલેટ ટ્રેન ચલાવવા તૈયારી

હવે દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ તેમજ બેંગલોરને જોડવા માટે બુલેટ ટ્રેનો ચલાવાશે
By: admin   PUBLISHED: Tue, 11 Jun 2019 13:37:44 +0530 | UPDATED: Tue, 11 Jun 2019 13:37:44 +0530

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન બાદ કામગીરી શરૂ

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે ભારતના પાંચ અન્ય શહેરોમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ હાઇ સ્પીડ રેલ એસોસિએશનના વાઇસ ચેરમેન ટોરકલ પેટર્સને કહ્યુ છે કે નવી દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ બુલેટ ટ્રેન ચલાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જાપાન દ્વારપા પ્રસ્તાવ આપવામાં આવ્યા બાદ આ દિશામાં પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

અંગ્રેજી પોર્ટલ ધ પ્રિન્ટ મુજબ મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ નવા હાઇ સ્પીડ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાક્ષી પ્રોજેક્ટ પર કામ પૂર્ણ કરવામાં આવ્યા બાદ પાંચ શહેરોમાં કામગીરી હાથ ધરવામા ંઆવનાર છે. અ૬ે નોંધનીય છે કે પેટર્સન સેન્ટરલ જાપાન રેલવે કંપનીના નિર્દેશક તરીકે પણ છે. આ જ કંપની જાપાનની પ્રાઇવેટ પ્રાઇવેટ રેલવે ફર્મ છે. આ જ કંપની મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પૂર્ણ કરી રહી છે.

પેટર્સનની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો દેશની પ્રથમ બુલેટ ટ્રેન જ લેટ થઇ ચુકી છે. જમીન અધિગ્રહણમાં વિલંબ થવાના કારણે મુંબઇ-અમદાવાદ પ્રોજેક્ટ ૨૦૨૨ના બદલે ૨૦૨૩માં અમલી શરૂ કરાશે. તેમણે કહ્યુ હતુ કે ટિકિટની કિંમત અને હાઇ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે રેવેન્યુ મોડલ પર વાતચીત ચાલી રહી છે. જી-૨૦ મંત્રીમંડળની બેઠકમાં ભાગ લેવા માટે રેલવે પ્રધાન પિયુષ ગોયલ હાલમાં જાપાનમાં છે. ગોયલે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ગોયલે કહ્યુ હતુ કે ટુંક સમયમાં જ જાપાનની સાથે ભાગીદારી કરીને આધુનિક શિંકાનસેન ટેકનિકનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.