Wednesday,18 September 2019,16:51:03

બિપાશા બાસુ ફિલ્મોની નવી ઇનિગ્સ શરૂ કરવા ઇચ્છુક છે

કરણસિંહ ગ્રોવર સાથે મતભેદોના હેવાલ ખોટા : બિપાશા
By: admin   PUBLISHED: Fri, 16 Aug 2019 18:06:56 +0530 | UPDATED: Fri, 16 Aug 2019 18:06:56 +0530

ઘણા સમયથી બિપાશા ફિલ્મોથી દુર રહી છે

બોલિવુડમાં સેક્સ બોમ્બ તરીકે જાણીતી રહેલી અને થોડાક સમય પહેલા લગ્ન કરી ચુકેલી અભિનેત્રી બિપાશા બાસુ બોલિવુડ ફિલ્મોમાં નવી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક છે. જો કે તેને નવી ફિલ્મોની ઓફર હજુ આવી રહી નથી. તે હવે લીડ રોલમાં કામ કરવા માટે આશાવાદી નથી પરંતુ બોલિવુડમાં સક્રિય રહીને વધુને વધુ ફિલ્મો કરવા ઇચ્છુક છે. લગ્ન કર્યા બાદ તે થોડાક સમય ફિલ્મોથી દુર રહી છે. તેનુ કહેવુ છે કે પતિ કરણ સિંહ ગ્રોવર સાથે  કોઇ મતભેદો છે તેવા અહેવાલ બિલકુલ આધારવગરના છે. પતિ બિપાશા બાસુએ કહ્યુ છે કે તે ભારે ખુશ છે.

પોતાના પતિ કરણની પ્રશસા કરતા બિપાશા બાસુએ કહ્યુ છે કે તે મનથી ખુબ રોમેન્ટિક છે. જ્યારે પ્રેમના મામલે તે વધારે પ્રેકટિલ છે.  કરણ સાથે લગ્ન પ્રસંગમાં તમામ બોલિવુડ હસ્તીઓને બોલાવવામાં આવી હતી. બિપાશાએ કહ્યુ છે કે બન્ને વચ્ચે સંતુલનની સ્થિતી રહેલી છે. લગ્ન કરવામાં આવ્યા બાદ થોડાક સમય પહેલા અહેવાલ આવ્યા હતા કે તેમની વચ્ચે મતભેદો સર્જાઇ ગયા છે. જો કે બિપાશાએ આ અહેવાલને રદિયો આપ્યો છે. બિપાશાએ કહ્યુ છે કે સોશિયલ મિડિયામાં પ્રકાશિત થયેલા હેવાલ પાયાવગરના છે.

લગ્ન કરતા પહેલા કરણ સાથે બિપાશાએ એલોન નામની ફિલ્મમાં ભૂમિકા અદા કરી હતી. બિપાશા નવી ફિલ્મમાં પણ કરણ સાથે કામ કરવા ઇચ્છુક છે તેનુ કહેવુ છે કે કેટલીક ફિલ્મોની ઓફર આવી પણ રહી છે. જો કે તેમની પાસે ડેટને લઇને તકલીફ જોવા મળી રહી છે. બન્ને એક સાથે તારીખ મેળવવામાં મુશ્કેલી અનુભવ કરી રહ્યા છે. બિપાશા બાસુ કહી ચુકી છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે હાલમાં સારી ઓફર આવી રહી નથી. જો કે તે કેટલાક યાદગાર  રોલ કરવા માટે ઇચ્છુક છે.

જુલ્મકી હુકુમત ફિલ્મમાં ધર્મેન્દ્ર અને ગોવિન્દાએ ભૂમિકા અદા કરી હતી. ત્રણ વર્ષ બાદ તે સન્ની દેઓલની જીત ફિલ્મમાં દેખાયો હતો. બોબી દેઓલ અક્ષય સાથે તે પહેલા પણ કામ કરી ચુક્યો છે. તેની સાથે તેની કેમિસટ્રી રહેલી છે. અજનબીમાં તે અક્ષય સાથે નજરે પડ્યો હતો. તેનુ કહેવુ છે કે હાઉસફુલ મોટી ફ્રેન્ચાઇસ ફિલ્મ છે. બોબી દેઓલ હવે બોલિવુડમાં ફરી એકવાર સંપૂર્ણરીતે સક્રિય ફિલ્મોમાં થઇ રહ્યો છે. તે ફિટનેસને લઇને પણખુબ મહેનત કરી રહ્યો છે. ફિલ્મ કૃતિ ખરબંદા અને કૃતિ સનુન માટે કેરિયર વધારનાર રહેશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.