ભારતે વધુ બે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યા હતા. હવે૨૭મી મે થી મ્યુનિચમાં વર્લ્ડ કપ રમાશે.

આસામ હેલ્થ યુનિવર્સિટીમાં ટી-શર્ટ, લેંગિસ જેવા ’ભડકાઉ કપડા’ પહેરવા પર પ્રતિબંધ
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 00:16:28 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 00:16:28 +0530

ગુવાહાટીમાં સ્થિત શ્રીમંત શંકરદેવ યૂનિવર્સિટીમાં માહોલને વ્યવસ્થિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

આસામ હેલ્થ યૂનિવર્સિટીની વાઈસ ચાન્સેલરે જે નોટિફિકેશન જાહેર કર્યું છે, તે અનુસાર, હવે યૂનિવર્સિટી કેમ્પસમાં ઉત્તેજક કપડા નહીં પહેરી શકાય. આવા ૧૬ પોષાક અને ફૂટવેરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેને પહેરી યૂનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ વર્જિત હશે.ગુવાહાટીમાં સ્થિત શ્રીમંત શંકરદેવ યૂનિવર્સિટીમાં માહોલને વ્યવસ્થિત રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, અને એક લિસ્ટ જાહેર કરી જણાવવામાં આવ્યું છે કે, કેવી પ્રકારના કપડા અથવા પોષાક નહીં પહેરી શકાય. જે મુદ્દે વીસી દિપીકા ડેકાએ એક નોટિફિકેશન જાહેર કરી આપત્તિજનક માનવામાં આવતા પોશાકનું લિસ્ટ જાહેર કર્યું છે.

જે પોશાકને યૂનિવર્સિટી કેમ્પસમાં પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમાં પાર્ટી પોશાક, પિકનીકના કપડા, ટીશર્ટ, ટાઈટ ફિટિંગવાળા ઉત્તેજક કપડા, માઈક્રો મિની, ઝાળીદાર-પાર્દર્શી કપડા, વોકિંગ શોટ્‌ર્સ, પેડલ પુશર્સ, લેંગિગ્સ, ટાઈટ્‌સ, જોગિંગ પેન્ટ્‌સ, સ્લીપર, પુરૂષોના સેન્ડલ વગેરે. સાથે જ, વધારે ઘરેણાં પહેરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

આ નોટિફિકેશનમાં ઉલ્લેખ છે કે, પ્રતિબંધ કરવામાં આવેલા પોશાકોમાં કેટલાકને એટલા માટે છોડી દેવામાં આવ્યા કેમ કે, તેની પાછલ ધાર્મિક, શારીરિક વિકલાંગતા અથવા આ પ્રકારના બીજા કારણો છે. નોટિસમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, આ નિયમને તોડનારા પર કાયદેસરના અનુશાસનાત્મક પગલા ભરવામાં આવશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.