5,854 કિલો સૌથી ભારે સેટેલાઇટ ઇસરોએ લોન્ચ કર્યો,ઇન્ટરનેટની સ્પીડ થશે બમણી

ઇસરોએ ફ્રેન્ચ ગુયાનાના સ્પેસ સેન્ટરમાંથી સેટેલાઇટ લોન્ચ કર્યો
By: Monika Vyas   PUBLISHED: Wed, 05 Dec 2018 12:42:25 +0530 | UPDATED: Thu, 06 Dec 2018 23:36:27 +0530


દિલ્હી

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોએ બુધવારે અત્યાર સુધીનો સૌથી વજનવાળો સેટેલાઇટને લોન્ચ કર્યો છે. ભારતીય સમય અનુસાર મંગળવાર-બુધવારે રાત્રે દક્ષિણી અમેરિકાના ફ્રેન્ચ ગુયાનાના સ્પેસ સેન્ટરમાંથી  એરિયન-૫ રોકેટથી સૌથી ભારે વજની ઉપગ્રહ GSAT-11ને લોન્ચ કર્યો હતો.આ સેટેલાઇટ ભારતે છોડેલા સેટેલાઇટમાં સૌથી વજન 5,854 કિલો ધરાવે છે.

આ સેટેલાઇટ મંગળવારે મોડી રાત્રે ૨થી ૩ વાગ્યાની આસપાસ લોન્ચ કરાયો હતો. ઇસરોના જણાવ્યા પ્રમાણે આશરે 5,854 કિલોગ્રામ વજનનો GSAT-11 ઉપગ્રહ દેશભરમાં ઇન્ટરનેટ બ્રોડબેન્ડ સેવાઓની સ્પીડ 14 GBPS સુધી વધશે. આ સેટેલાઈટ એટલો મોટો છે કે તેના દરેક સોલાર પેનલ ચાર મીટરથી લાંબા છે, જે એક મોટા રુમ બરાબર છે.

આ સેટેલાઈટને ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર માનવામાં આવે છે. આ સેટેલાઈટનું કામ શરુ કર્યા પછી દેશમાં ઈન્ટરનેટ સ્પીડમાં ક્રાંતિ આવી. GSAT-11 દ્વારા દર સેકન્ડે 100 ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેન્ડ કનેક્ટિવિટી મળશે.2. GSAT-11માં 40 ટ્રાન્સપોર્ડર કૂ-બેન્ડ અને કા-બેન્ડ ફ્રીક્વેન્સીમાં છે. તેની સહાયતાથી હાઈ બેન્ડવિથ કનેક્ટિવિટી 14 ગિગાબાઈટ/સેકન્ડ ડેટા ટ્રાન્સફર સ્પીડ શક્ય છે

GSAT-11 નેકસ્ટ જનરેશનનો હાઇ થ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. જેનો જીવનકાળ ૧૫ વર્ષથી વધારે છે. આ પહેલા ૨૫ મેના દિવસે લોન્ચ કરવામાં આવવાનો હતો. પરંતુ ટેકનિકલ તપાસ માટે આ લોન્ચિંગનો સમય બદલવામાં આવ્યો હતો.

શરૂઆતમાં ઉપગ્રહ જિયો ઇકવીવેલેન્ટ ટ્રાન્સફર ઓર્બિટમાં લઇ જવામાં આવશે. ત્યારબાદ જિયો સ્ટેટિક ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. જો આ સેટેલાઇટ સલામત રીતે પોતાની કક્ષામાં સ્થાપિત થઇ જાય છે. તો આ સેટેલાઇટ દેશની ટેલિકોમ સેકટરમાં મહત્વનો સાબિત થશે.

પહેલા આ સેટેલાઈટને આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવાનો હતો, પણ સિસ્ટમ ટેકિનકલ ખામીના શકના કારણે ભારતીય સ્પેસ એજન્સીએ તેને ચેક કરવા માટે ફેન્ચ ગુએનાથી એપ્રિલમાં પાછું મંગાવ્યું. આ નિર્ણય GSAT-6Aની સફળતાને જોઈને પણ લેવામાં આવ્યો હતો.

એપ્રિલની આસપાસ જ G-SAT-6A અનિયંત્રિત થઈ ગયો હતો અને ૨૯ માર્ચે તેને લોન્ચ કર્યા પછી તરત સંપર્ક તૂટી ગયો હતો. એવામાં GSAT-11ને એ સમયે લોન્ચ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઘણાં પરીક્ષણ અને તપાસ પછી હવે GSAT-11ને લોન્ચ કરવામાં આવ્યો.

આ સેટેલાઈટની ખાસ વાત એ છે કે તે બીમ્સને ઘણી વખત પ્રયોગ કરવામાં સક્ષમ છે, જેનાથી આખા દેશના ભૌગોલિક ક્ષેત્રને કવર કરી શકાય. આ પહેલા જે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યો હતો તેમાં બ્રાન્ડ બીમનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જે એટલે શકિતશાળી નહોતા કે વિશાળ ક્ષેત્રને કવર કરી શકે.

GSAT-11માં ચાર ઉચ્ચ કક્ષાના થ્રોપુટ સેટેલાઈટ છે, જે આગામી વર્ષથી દેશમાં દર સેકન્ડે ૧૦૦ ગીગાબાઈટથી ઉપરની બ્રોડબેન્ડ કનેકિટવિટી આપશે. ગ્રામ્ય ભારતમાં ઈન્ટરનેટ ક્રાંતિના કારણે આ સેટેલાઈટ ઉલ્લેખનીય પગલું માનવામાં આવે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.