રોહિતે આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, નામે કર્યા બે મોટા રેકોર્ડ

નવીદિલ્હી
By: admin   PUBLISHED: Sat, 27 Apr 2019 22:26:08 +0530 | UPDATED: Sat, 27 Apr 2019 22:26:08 +0530

આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો

આઈપીએલ ૨૦૧૯ ચેન્નઈ વિરુદ્ધ આઈપીએલના ૪૪માં મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માનું બેટ આખરે બોલ્યું હતું. આ સિઝનમાં પોતાના ફોર્મથી જજૂમી રહેલા હિટમેન રોહિતે પોતાની ટીમ માટે સુકાની ઈનિંગ રમી અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રોહિત શર્માએ આ સિઝનમાં પ્રથમ અડધી સદી ફટકારી અને આ શાનદાર ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. રોહિતે આ મેચમાં ૪૮ બોલ પર ૬૭ રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ આઈપીએલમાં રોહિત શર્માની ૩૫મી અડધી સદી છે.

ચેન્નઈ વિરુદ્ધ રોહિત શર્માની આ સિઝનમાં પ્રથમ અડધી સદીની મદદથી મુંબઈને ટીમને શાનદાર જીત મળી અને ચેન્નઈએ ૪૬ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિતની આ દમદાર ઈનિંગની મદદથી તેને મેન ઓફ ધ મેનો એવોર્ડ આપવામાં આવ્યો અને તે હવે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ભારતીય ખેલાડી બની ગયો છે.

રોહિતને આ લીગમાં ૧૭મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. તેણે આ મામલામાં એક સાથે મહેન્દ્ર સિંહ ધોની અને યૂસુફ પઠાનને પાછળ છોડી દીધા છે. આ બંન્ને ખેલાડી ૧૬-૧૬ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતી ચુક્યા છે. આ મામલામાં ત્રીજા સ્થાન પર ચેન્નઈનો સુરેશ રૈના છે જેણે અત્યાર સુધી આ લીગમાં ૧૪ વખલ આ કમાલ કરી છે. કેકેઆરનો પૂર્વ કેપ્ટન આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેણે ૧૩ વખત આ એવોર્ડ જીત્યો છે. આ યાદીમાં પાંચમાં સ્થાન પર સંયુક્ત રૂપથી વિરાટ તથા રહાણે છેજેણે ૧૨ વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.