૪ વર્ષમાં પ્રથમ વખત ભારતમાં ઘટ્યુ આઈફોનનુ વેચાણ : રીપોર્ટ

ચાલુ વર્ષે કંપનીએ કેટલાક નવા મોડલ લોન્ચ કર્યા હોવા છતાં આઈફોનના વેચાણમાં આવી રહ્યો છે ઘટાડો
By: admin   PUBLISHED: Mon, 05 Nov 2018 15:34:13 +0530 | UPDATED: Mon, 05 Nov 2018 15:34:13 +0530

ભારતીયોમાં ઘટી રહ્યો છે આઈફોનનો ક્રેઝ

ભલે આઈફોન મોંઘો આવતો હોય, ભલે આને બધા લોકો ખરીદી શકે એમ ન હોય, પરંતુ તેમ છતા ભારતમાં આઈફોનનો છેલ્લા કેટલાક સમયથી જબરદસ્ત ક્રેઝ રહ્યો છે. આજ ક્રેઝે યથાવત રાખવા માટે એપલ દર વર્ષે નવા આઈફોન્સ ભારતીય માર્કેટમાં ઉતારતુ રહ્યુ છે. આ વર્ષે પણ તેણે કેટલાક નવા આઈફોન્સ લોન્ચ કર્યા, પરંતુ હવે લાગી રહ્યુ છે કે આગામી સમયમાં ભારતીયોમાં આઈફોનનો ક્રેઝ ઓછો થવાનો છે.

ઈન્ડસ્ટ્રી રીસર્ચ ફર્મ કાઉન્ટરપોઈન્ટે જણાવ્યુ કે, ભારતના હોલી-ડે સીઝનના ચોથા ક્વાર્ટરમાં એપલના આઈફોનના વેચાણમાં ભારે ઘટાડો આવી શકે છે. જો આમ થયુ તો તેમણે છેલ્લા ૪ વર્ષમાં પ્રથમ વખત આટલા મોટા કડાકાનો સામનો કરવો પડી શકે છે.

આઈફોન સાથે જોડાયેલા ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કર્યા બાદ એપલના સીઈઓ ટીમ કુકે કહ્યુ કે, ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતમાં વેચાણ સામાન્ય રહ્યુ હતું. જેમાં આખો એક મહિનો તહેવારની સીઝનનો પણ રહ્યો છે અને તે સમયે ઈલેક્ટ્રોનિક આઈટમનો સેલ ઘણો બમ્પર રહ્યો.

ગત વર્ષે ૧૦ લાખ આઈફોન્સનુ ઓછુ વેચાણ થવા છતા એપલ ચાલુ વર્ષે એટલે કે ૨૦૧૮માં ૨ મિલિયન એટલે કે ૨૦ લાખ આઈફોન્સ વેચવા માટે તૈયાર હતુ, પરંતુ ટ્રેડ ટેરીફ અને નબળા રુપિયાના કારણે કીંમત વધી ગઈ. ભારતીય રુપિયામાં ઘટાડો ભારતીય એપલના બિઝનેસ માટે એક મોટો પડકાર બની ગયો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.