12 જૂનથી ત્રાટકી શકે છે 'વાયુ' વાવાઝોડુ,સૌરાષ્ટ્રમાં એલર્ટ,NDRF ની ટીમો તૈનાત

દરિયા કિનારે લો પ્રેશર સર્જાતા ભારે વરસાદની આગાહી
By: admin   PUBLISHED: Mon, 10 Jun 2019 21:49:18 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:17:01 +0530

ગાંધીનગર

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન ખાતાએ આ અંગે રાજ્ય સરકારને પણ એલર્ટ કરી છે. હાલ વેરાવળના દરિયાકાંઠેથી 1020 કિમી દૂર દક્ષિણ-પૂર્વમાં લૉ પ્રેશર સર્જાયું છે. જે આગામી સમયમાં શક્તિશાળી બની ગુજરાત પર ત્રાટકી શકે છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી રાજ્યભરમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાવાઝોડાને વાયુનામ આપવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે 12 જૂન પછી ગીર સોમનાથ,જામનગર,જૂનાગઢ,ભાવનગર અને અમરેલી જીલ્લાઓમાં સૂસવાટાભર્યા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ વાવાઝોડું 12મી જૂનના મોડી સાંજે ત્રાટકી શકે છે. જેથી કચ્છથી સૌરાષ્ટ્ર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

સોમવારે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર ખાતે મહેસુલ વિભાગના મુખ્ય અધિક સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં સાયક્લોન વાવાઝોડાના પગલે ઈમરજન્સી બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં NDRF, SDRF, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ઈસરોના અધિકારી પણ જોડાયા હતા.  પંકજ કુમારે જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમો રવાના કરી દેવામાં આવી છે.

દરિયો તોફાની બનવાની શક્યતાને જોતા માછીમારોને પણ દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.ગુજરાતના દરિયા કિનારે 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.