વસ્તી વિસ્ફોટ: કરોડો મહિલા બાળકની ઇચ્છા રાખતી નથી

વસ્તી વિસ્ફોટ : કારણો ઘણા
By: admin   PUBLISHED: Wed, 08 May 2019 16:48:39 +0530 | UPDATED: Wed, 08 May 2019 16:48:39 +0530

ભારતમાં વસ્તી વદ્ધિ માટેના જે કારણો છે તેમાં એક કારણ અનિચ્છુક ગર્ભ પણ છે. દરેક દસ જીવિત શિશુમાંથી આશરે પાંચ બાળક અનિચ્છુક અને બિન આયોજિત હોય છે. અનિચ્છુક ગર્ભના પરિણામ વ્યાપક કુપૌ,, ખરાબ આરોગ્ય, શિક્ષણની નિચલી ગુણવત્તા, ભોજન પાણી અને આવાસ જેવી મુળભુત સંશાધનોની કમીના રૂપમાં જો શકાય છે. વર્ષ ૨૦૧૭માં કુલ ૨.૬ કરોડ બાળકોનો જન્મ થયો હતો. જે પૈકી ૧.૩ કરોડ બાળકોને અનિચ્છુકના રૂપમાં વર્ગીકૃત કરી શકાય છે.

આ ઉપરાંત રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભારતમાં ૨૦૧૮માં આશરે ૧૩૫ કરોડમાંથી ૪૩ કરોડ બાળકો એવા હતા જે અનિચ્છુક ગર્ભના પરિણામ તરીકે હતા.  દેશમાં આશરે ૧.૩ કરોડ એવી મહિલાઓ છે જે બાળકોની ઇચ્છા રાખતી નથી. આ મહિલાને આધુનિક ગર્ભ નિરોધક ઉપાય સરળ રીતે મળી રહ્યા નથી.

ગર્ભનિરોધકોની કમી, સ્ટોક ખતમ થવા અને અન્ય કારણોસર તેમની સમસ્યા અકબંધ રહી છથે. તબીબો અને અન્ય સંશાધનોની કમી પણ આના માટે કારણરૂપ છે. અનિચ્છુક ગર્ભને સંપર્ણરીતે તો ખતમ કરી શકાય નહી પરંતુ એક દશકમાં તેના પર ખુબ વધારે પ્રમાણમાં અંકુશ મુકી શકાય છે. આના માટે નવપરિણિત જોડીને જરૂર મુજબ પરિવાર નિયોજન સેવાઓ સરળ રીતે ઉપલબ્ધ કરાવવાની જરૂર છે.

૯૦ના દશકમાં આંધ્રપ્રદેશે આનો જોરદાર દાખલો બેસાડ્યો હતો. જો આંધ્રપ્રદેશ વસ્તીને નિયંત્રણમાં લાવી શકે છે તો બિહાર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ કામ કેમ કરી શકે તેમ નથી. ભારતને ગર્ભનિરોધક ઉપાયના માધ્યમથી એવી ખાતરી કરવી જોઇએ કે દરેક દંપતિની ઇચ્છા મુજબ જ બાળક થાય.

ગરમી : ફ્રાય ચીજોને ટાળો

પાણીના શક્ય તેટલો વધારે ઉપયોગથી ફાયદો

તીવ્ર ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાના ગાળામાં સ્વસ્થ રહેવા માટે ઘણી ટિપ્સ ઉપર ધ્યાન રાખવામાં આવે તે જરૂરી છે. ઉનાળાનો મતલબ મોજમસ્તી અને આનંદ છે પરંતુ લોકો ઘણી વખત ભૂલી જાય છે કે વધતી જતી ગરમી નુકાસ પહોંચાડી શકે છે. ઉનાળાની તીવ્ર ગરમી માત્ર શરીરને જ નુકસાન કરતી નથી બલ્કે સ્કીનને પણ નુકશાન પહોંચાડે છે. આ સમસ્યાઓમાં ડિહાઈડ્રેશન વધુ સમસ્યા સર્જી શકે છે જેનાથી વધુ તકલીફ અને ઘણી બિમારીઓનો ખતરો વધી જાય છે.

આવી સ્થિતિમાં ઉનાળાની તીવ્ર ગરમીમાં પરિવારના સભ્યો બહાર નિકળવાનું ટાળે છે. ડિહાઈડ્રેશન અથવા તો ઇન્ફેક્શનનો ખતરો ગરમીના લીધે વધી જાય છે. ગરમીથી બચવા અને સ્વચ્છ રહેવા માટે નિષ્ણાંતો કેટલીક સલાહ આપે છે. તેમનું કહેવું છે કે ડિહાઈડ્રેશનની સમસ્યાને ટાળવા માટે વધારે પ્રમાણમાં પાણી અને લીકવીડનો ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે.

લીકવીડમા નારિયેળ પાણી અને છાશનો સમાવેશ થાય છે. ડો. મુકેશ બતરાનું કહેવું છે કે ભારતમાં ગરમી અને બફારાના કારણે અન્ય જે સમસ્યાઓ થઈ શકે છે તેમાં તાવનો પણ સમાવેશ થાય છે. ચામડીને લગતી સમસ્યાનો પણ ખતરો રહે છે. નિષ્ણાંતોએ ગરમીથી બચવા માટે વધારે પડતી ફ્રાય કરવામાં આવેલી ચીજવસ્તુઓ ટાળવાની સલાહ આપે છે.

આ ઉપરાંત વધુ પ્રમાણમાં ફેટ ધરાવતી વસ્તુઓ ન ખાવાની પણ સલાહ આપે છે. કારણ કે આનાથી પ્રાચનની પ્રક્રિયા નબળી પડે છે. સ્કીન  પણ અસર થાય છે. ચા અને કોફીના પ્રમાણને ઘટાડવાની પણ સલાહ આપવામાં આવે છે. વધારે પ્રમાણમાં ચા અને કોફીથી યુરિનેશન વધે છે જેનાથી વધુ પાણી શરીરમાં ઘટે છે. વધારે પડતું ભોજન નહીં લેવાની પણ સલાહ આપવામાં આવે છે. ઉપરાંત સિગારેટ અને શરાબનું સેવન નહીં કરવા પણ કહેવામાં આવ્યું છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.