સેનાની આક્રમક કાર્યવાહીના લીધે પાકિસ્તાની હરકતો ઘટી

કલમ ૩૭૦ની નાબુદી બાદ સરહદે અને રાજ્યમાં લેવામાં આવેલા પગલાથી ત્રાસવાદી હુમલા પર મોટા ભાગે બ્રેક
By: admin   PUBLISHED: Thu, 28 Nov 2019 13:38:38 +0530 | UPDATED: Thu, 28 Nov 2019 13:38:38 +0530

સરહદ પર ગોળીબારમાં પણ ઘટાડો થયો

જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ની નાબુદી બાદ રાજ્યમાં સ્થિતીને સુધારી દેવા માટે લેવામાં આવેલા અભૂતપૂર્વ પગલાના કારણે સ્થિતી હવે રાજ્યમાં સામાન્ય બની રહી છે. પાકિસ્તાન તેના નાપાક ઇરાદાઓને પાર પાડવામાં પણ નિષ્ફળ છે. સરહદ પર ગોળીબારની ઘટના ઘટી છે. સાથે સાથે રાજ્યમાં ત્રાસવાદીઓ વારંવાર હુમલા કરવાની તેમની યોજનામાં ફ્લોપ રહ્યો છે. કઠોર કાર્યવાહી અને મજબુત સુરક્ષાના કારણે આ સફળતા મળી છે. આ વર્ષે  આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ઉલ્લેખનીય રીતે ઘટાડો થયો છે. 

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાના ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. ત્રાસવાદનો ખાત્મો થવા આવ્યો છે ત્યારે વધુને વધુ ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના હેતુથી સરહદ પર ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આના કારણે સરહદ સ્થિતી પણ તંગ રહી છે. આંકડાની વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૮માં હજુ સધી ૯૦૦ વખત ગોળીબાર કરવામાં આવ્યો છે. જેમાં ૫૦થી વધારે લોકોના મોત થઇ ચુક્યા છે.જેમાં જવાનો પણ સામેલ છે.ગોળીબારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.  

આતંકવાદીઓને ભારતીય ક્ષેત્રમાં ઘુસાડવાના હેતુસર આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે. આ વર્ષે સરહદપારથી ગોળીબારની ઘટનાઓ અનેક છે. પાકિસ્તાન તરફથી કરાયેલા આ ગોળીબારમાં ૨૫ સુરક્ષા કર્મીઓ સહિત ૫૦થી વધુ લોકોના મોત થયા છે તથા સેંકડો લોકો ઘાયલ થયા છે. બંને દેશો વચ્ચે સંબંધ હાલમાં ખુબ તંગ રહેલા છે.

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.