ભારત સામે 125 રને હારતા વેસ્ટ ઇન્ડિઝ સેમિફાઇનલમાંથી બહાર

ઓલ્ડ ટ્રેફર્ડ
By: admin   PUBLISHED: Thu, 27 Jun 2019 23:29:45 +0530 | UPDATED: Mon, 01 Jul 2019 16:56:39 +0530


વર્લ્ડકપમાં ઓલ્ડ  ટ્રેફર્ડના મેદાનમાં  ભારતે વેસ્ટ ઇન્ડિઝને 125 રનોથી હાર આપીને ટીમનો વિજયનો સિલસિલો ચાલુ રાખ્યો છે.આ હાર સાથે વેસ્ટ ઇન્ડિઝનું વિશ્વકપ જીતવાનું સ્વપ્ન રોળાઈ ગયું છે.

ટોસ જીતીને પહેલો દાવ લેતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 268 રન કર્યા હતા.જેની સામે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો ભારતના બોલરો સામે ઝૂકી પડ્યા હતા અને તેમની ટીમ 34.2 ઓવરમાં માત્ર 143 રન કરીને આઉટ થઈ ગઈ હતી.

ભારતના સ્ટાર ઓપનર રોહિત શર્મા  18 રને આઉટ થઈ જતા ટીમ ઇન્ડિયાને પહેલો ઝટકો મળ્યો હતો.એ પછી કે એલ રાહુલ 48 રને અને વિજય શકર 14 રને આઉટ થઈ જતા ભારત ઓછો સ્કોર બોર્ડ પર મુકશે તેવું લાગતું હતું.જો કે કેપ્ટન વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને 82 બોલમાં 72 રન કર્યા હતા.કોહલીની આ વર્લ્ડ કપમાં ચોથી અર્ધ સદી હતી.

વિરાટ કોહલીના આઉટ થયા બાદ જાધવ 7 રને આઉટ થઈ ગયો હતો.એ પછી મહેન્દ્રસિંહ ધોનીએ 61 બોલમાં 56 રન અને હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 46 રન કરતા ભારતનો સ્કોર 268 રનના સન્માનીય સ્કોર પર પહોંચ્યો હતો.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી રોચ(3),કોટ્રેલ(2) અને હોલ્ડરે(2)વિકેટો લેતા ભારત 300 રન સુધી પહોંચી નહોતું શક્યું.

268 રનના આસન ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઇન્ડિઝની ટીમનો ધુંઆધાર બેટ્સમેન ક્રિસ ગેઇલ 6 રને આઉટ થતા ભારતે હાશકારો લીધો હતો.એ પછી હોપ પણ 5 રને આઉટ થઈ ગયો હતો.વેસ્ટ ઇન્ડિઝની લડખડાતી બાજીને સુનિલ એમ્બ્રિસે (31) અને પુરને 28 રન કરી સાંભળવાનો પ્રયત્ન કર્યો હતો.એ પછી વેસ્ટ ઇન્ડિઝનો કોઈ પણ બેટ્સમેન 20 રન સુધી પણ પહોંચી નહોતો શક્યો.વેસ્ટ ઇન્ડિઝની ટીમ ટપોટપ પેવેલિયન ભેગી થઈ હતી.

વેસ્ટ ઇન્ડિઝ તરફથી હેટમાયર (18),હોલ્ડર(6),બ્રેથવેઇટ (1) અને એલેન 0 રને આઉટ થતા ટીમ માત્ર 143 રનમાં સમેટાઈ હતી.

ભારત તરફથી શામીએ 4 અને બુમરાહ તથા ચહલે 2-2 વિકેટો લીધી હતી.

આ વિજય પછી ભારતનો સેમિફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો સરળ થઈ ગયો છે.ભારત હવે 1 મેચ જીતશે તો તેઓ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે.

ભારતને હજુ ઇંગ્લેન્ડ,બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે મેચો રમવાની બાકી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.