વિરાટ કોહલીનો નવો રેકોર્ડ,સચિન કરતા પણ ફાસ્ટેસ્ટ બનાવ્યા 11,000 રન

વિરાટે 222 ઇનિંગ્સમાં 11,000 રન બનાવ્યા
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 00:39:17 +0530 | UPDATED: Tue, 25 Jun 2019 15:22:31 +0530

મેનચેસ્ટર

ભારત-પાકિસ્તાન વચ્ચેની વન ડે મેચમાં ટીમ ઇન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ નવો વિક્રમ બનાવ્યો છે. કોહલીએ વન-ડે મેચમાં 222 ઇનિગ્સમાં સૌથી ઝડપી 11,000 રન નોંધાવીને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

અત્યાર સુધી આ રેકોર્ડ સચિનના નામે હતો. સચિને 276 ઇનિંગ્સમાં 11,000 રન નોંધાવ્યા હતા. અગાઉ કોહલીએ 2017માં સૌથી ઝડપી 8,000 રન પુરા કરવાનો રેકોર્ડ કર્યો હતો. 175 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.

સૌથી ઝડપી 9,000 રન કરવાનો રેકોર્ડ પણ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 194 ઇનિંગમાં આ સિદ્ધી મેળવી હતી. સૌથી ઝડપી 10,000 રન કરવાનો રેકોર્ડ પણ કોહલીનાં નામે હતો.

205 ઇનિંગ્સમાં વિરાટે આ સિદ્ધી મેળવી હતી. અગાઉ સચિને 259 ઇનિંગમાં 10,000 રન પુરા કર્યા હતા અને હવે સચિનની જગ્યાએ કોહલી સૌથી ઝડપી રનોનો બેતાજ બાદશાહ બની રહ્યો છે.

સૌથી ઝડપી 11,000 રન કરવામાં રિકી પોન્ટિંગ (286 ઈંનીગ્સ) ત્રીજા નંબરે છે,જ્યારે સૌરવ ગાંગુલી (288 ઇનિંગ્સ) ચોથા નંબરે છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.