IND Vs AUS ઓસ્ટ્રેલિયાની ટીમ પાવરફુલ,છતાં ભારતનો હાથ અધ્ધર રહેશે

ઓવલ પર ભારત ઓસ્ટ્રેલિયાની ટક્કર થશે.
By: Monika Vyas   PUBLISHED: Sat, 08 Jun 2019 17:52:04 +0530 | UPDATED: Sat, 08 Jun 2019 17:52:04 +0530

ઓવલ

ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે  આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર રવિવારે ઓસ્ટ્રેલિયા સામે થશે.પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ હવે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે જીતવા સજ્જ છે.દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી રોહિત શર્મા ફોર્મમાં આવી ગયો છે.


સામે પક્ષે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની બંને મેચો જીતી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં પહેલી જુનના દિવસે બ્રિસ્ટોલ ખાતે અફઘાનિસ્તાન પર જીત મેળવી હતી. બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ છટ્ઠી જુનના દિવસે વેસ્ટ ઇન્ડિઝને રોમાંચક મેચમાં હરાવ્યું હતું.આ જીત પછી ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓનો નૈતિક જુસ્સો પણ આસમાને છે. 


ભારતીય ટીમ તરફથી પ્રથમ મેચમાં જ રોહિત શર્માએ સદી ફટકારી શાનદાર ફોર્મમાં હોવાની સાબિતી આપી દીધી છે. ધોની પણ આઇપીએલની મેચો પછી ફોર્મમાં આવ્યો હતો. જો કે ભારતની ટીમ માટે શિખર ધવનનું ફોર્મ ચિંતાજનક છે.બોલિંગમાં જશપ્રીત બુમરાહ પણ તમામ ચાહકોની નજર રહેશે. દક્ષિણ આફ્રિકા સામે 4 વિકેટ લેનાર યજુર્વેન્દ્ર ચહલ પર ઓસ્ટ્રેલિયાની ટીમને ઢેર કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા પાસે પણ ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથ ઉપરાંત મેક્સવેલ જેવા સ્ટાર ખેલાડી છે.સાથે સાથે તેની પાસે સ્ટાર્ક, કમિન્સ જેવા બોલર પણ છે.વેસ્ટઇંડિઝ સામે 92 રન ફટકારી મેચનું પાસુ પલટનાર કોલ્ટર નાઇલ ઓસ્ટ્રેલિયા માટે ફરી એકવાર સરપ્રાઇઝ એન્ટ્રી કરી શકે છે.


ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત કરતા  આગળ દેખાય છે. બંને દેશો વચ્ચે વનડે મેચોની વાત કરવામાં આવે તો ૧૩૫ મેચો રમાઇ  છે. જે પૈકી ભારતે ૪૯ અને ઓસ્ટ્રેલિયાએ ૭૬ મેચોમાં જીત મેળવી છે. 


ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે પ્રથમ વનડે મેચ છઠ્ઠી ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે ૬૬ રને જીત મેળવી હતી. જ્યારે તેમની વચ્ચે છેલ્લી મેચ ૧૩મી માર્ચ ૨૦૧૯ના દિવસે રમાઇ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે ૩૫ રને જીત મેળવી હતી. 
આવી જ રીતે વર્લ્ડ કપમાં આ બંને ટીમો ૧૧ વખત એકબીજાની સામે આવી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ પ્રભુત્વ જાળવી રાખીને ભારત પર આઠ મેચોમાં જીત મેળવી છે. ભારતે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ ૨૦૧૧ના વર્લ્ડ કપમાં જીતી હતી.

 
આ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ ક્વાર્ટર ફાઇનલ હતી. ભારતે આ મેચ જીતીને સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હતી. વર્લ્ડ કપમાં બંને વચ્ચે છેલ્લી મેચ વર્લ્ડ કપ ૨૦૧૫માં રમાઇ હતી. સિડનીમાં ૨૬મી માર્ચના દિવસે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૯૫ રને જીત મેળવી હતી.મેચનુ પ્રસારણ આવતીકાલે ઓવલથી ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. બંને ટીમો નીચે મુજબ છે. 


ઓસ્ટ્રેલિયા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.


ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ.

મેચનું બપોરે 3 વાગ્યાથી જીવંત પ્રસારણ થશે

આંકડાઓ પર નજર .


ભારત-ઓસ્ટ્રેલિયા            કુલ મેચો
કુલ મેચો રમાઈ                 ૧૩૫
ભારતની જીત                   ૪૯
ઓસ્ટ્રેલિયાની જીત            ૭૬
પરિણામ ન આવ્યા            ૧૦
છેલ્લી મેચ રમાઇ          ૧૩મી માર્ચ ૨૦૧૯
પ્રથમ મેચ રમાઇ          છ ડિસેમ્બર ૧૯૮૦

વર્લ્ડકપમાં બંને ટીમોના દેખાવ

કુલ મેચો        ૧૧
ઓસ્ટ્રેલિયાની જીત ૦૮
ભારતની જીત        ૦૩
ભારતની છેલ્લી જીત ૨૦૧૧ વર્લ્ડ કપ

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.