ભારતની 35 રને હાર,ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ સીરિઝ જીતી

ભારત તરફથી રોહિત શર્માએ 56 રન કર્યા હતા પણ ગઈ મેચમાં સદી કરનાર શિખર ધવન 12 રને આઉટ થઈ ગયો હતો.
By: admin   PUBLISHED: Wed, 13 Mar 2019 21:33:29 +0530 | UPDATED: Wed, 13 Mar 2019 23:45:58 +0530

દિલ્હી

છેલ્લી અને આખરી પાંચમી વનડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની 35 રને હાર થઈ છે.આ હાર થતા ભારતે આ સીરિઝ 3-2થી ગુમાવી દીધી છે.ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરતા 272 રન કર્યા હતા,જો કે તેની સામે ભારત 237 રને ઓલઆઉટ થઈ જતા તેનો 35 રને પરાજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ 10 વર્ષ બાદ ભારતમાં દ્વિપક્ષીય વનડે સીરિઝ જીતી છે.અગાઉ 2009માં 7 વનડેની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4-2થી હાર આપી હતી.

દિલ્હીમાં રમાયેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 272 રન કર્યા છે. ઓપનર ઉસ્માન ખ્વાજાએ પોતાનું શાનદાર  ફોર્મ જાળવી રાખતા સીરિઝમાં બીજી સદી ફટકારી 100 રન કર્યા હતા. પીટર હેન્ડકોમ્બે પણ 52 રનનું યોગદાન આપ્યું હતું. જોકે અન્ય બેટ્સમેનો સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી ન શક્યા હતા.

ભુવનેશ્વર કુમારે 3 વિકેટ, શામીએ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ અને કુલદીપ યાદવે 1 વિકેટ લીધી હતી.

ભારત તરફથી રોહિત શર્માએ 56 રન કર્યા હતા પણ ગઈ મેચમાં સદી કરનાર  શિખર ધવન 12 રને આઉટ થઈ ગયો હતો.

વિરાટ કોહલી(20), ઋષભ પંત (16) અને વિજય (16) સસ્તામાં આઉટ થતા ભારતની આશા પર પાણી ફર્યું હતું.જોકે 7મી વિકેટ માટે ભુવનેશ્વર કુમાર (46) અને કેધાર જાધવે (44) 91 રનની ભાગીદારી કરતા ભારત માટે આશા ઉભી થઇ હતી.

જો કે ભુવનેશ્વર કુમાર કમિંન્સના બોલે ફિનચના હાથે કેચ આઉટ થયો હતો અને એ પછી તરત જાધવ પણ જમ્પાની બોલિંગમાં ખ્વાજાના હાથે કેચ આઉટ થતા ભારતના સંઘર્ષનો અંત આવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.