શૂટિંગ વર્લ્ડકપ : ભારત ત્રણ ગોલ્ડ અને એક સિલ્વર સાથે નંબર વન

ભારત છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી વખત શૂટિંગ વર્લ્ડ કપના મેડલ ટેબલમાં ટોચના સ્થાને રહ્યું હતુ
By: admin   PUBLISHED: Tue, 30 Apr 2019 00:11:48 +0530 | UPDATED: Tue, 30 Apr 2019 00:11:48 +0530

નવીદિલ્હી

ભારતીય શૂટરો ચીનમાં યોજાયેલા આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડકપના આખરી દિવસે કોઈ મેડલ જીતી શક્યા નહતા. જોકે ઓવરઓલ ત્રણ ગોલ્ડ અને એક સિલ્વરની સાથે ભારતે ટોચનું સ્થાન હાંસલ કર્યું હતુ.

ભારત છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી વખત શૂટિંગ વર્લ્ડ કપના મેડલ ટેબલમાં ટોચના સ્થાને રહ્યું હતુ.મનુ ભાકેર ફરી વખત વ્યક્તિગત ઈવેન્ટમાં નિષ્ફળ રહી હતી અને તેણે ૨૫ મીટર સ્પોર્ટસ પિસ્તોલ શૂટિંગમાં કંગાળ દેખાવ કર્યો હતો અને તે ચાર પોઈન્ટથી ફાઈનલમાં ક્વોલિફાય થઈ શકી નહતી. મનુનો સ્કોર ૫૯૩ રહ્યો હતો. ભારતીય શૂટર ગાયત્રી નિત્યાનંદમે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝિશનની ઈવેન્ટમાં ૧૧૬૯નો સ્કોર કર્યો હતો.

જોકે તે પણ ચાર પોઈન્ટથી ફાઈનલમાં પ્રવેશી શકી નહતી.ભારતને અગાઉ મનુ ભાકેર અને સૌરભ ચૌધરી તેમજ અંજુમ મુદગીલ અને દિવ્યાંશ પનવરની જોડી મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. જ્યારે ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અભિષેક વર્માએ અપાવ્યો હતો. જ્યારે દિવ્યાંશ પનવરે વ્યક્તિગત ઈવેન્ટમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.