શું #MeToo દેશની છબિ ખરડવાનો પ્રયાસ તો નથી ને?

દુષ્કર્મ-છેડતીની ઘટનાની સત્યતા પણ ચકાસાઈ નથી
By: admin   PUBLISHED: Wed, 10 Oct 2018 16:59:31 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 20:55:37 +0530

સમાચારપત્રો,સોશિયલ મીડિયા પર અભિયાનને જે રીતે ચલાવાઈ રહ્યુ છે તે જોતા દેશની ખરાબ છાપ જરુર ઉભી થઈ

#Metoo એટલે કે હું પણના હેશટેગ સાથે ભારતમાં કેટલીક મહિલા પત્રકાર સોશિયલ મીડિયા પર લખી રહી છે. તેમનો હેતુ આ હેશટેગથી આંતરરાષ્ટ્રીય અભિયાન સાથે જોડાવાનો છે. આ અભિયાનથી એ દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે દેશમાં મહિલાઓના શોષણની સમસ્યા કયા હદ સુધી છે. જોકે, આ અભિયાનના કારણે દેશની છબિ પણ ખરડાઈ રહી હોવાનુ કેટલાક લોકો માની રહ્યા છે.

અભિનેત્રીઓ અને મોડલો દ્વારા કરવામાં આવી રહેલ આક્ષેપોની સત્યતા તો હજી ચકાસવામાં આવી રહી નથી પરંતુ જે રીતે સમાચાર પત્રો, ટીવી ન્યુઝ ચેનલો અને સોશિયલ મીડિયા પર આ અભિયાનને ચગાવવામાં આવી રહ્યુ છે તે જોતા દેશની ખરાબ છાપ જરુર ઉભી થઈ રહી છે. તનુશ્રી દત્તાએ ૧૦ વર્ષ પહેલા પોતાની સાથે થયેલ છેડતીને આટલા વર્ષો બાદ લોકો સમક્ષ જણાવી છે અને ફરીયાદ કરી છે.

આ મામલે હજી કોઈ તથ્યો સામે આવ્યા નથી. ત્યારે તનુશ્રીના સપોર્ટમાં કેટલીક જાણીતી હસ્તીઓ પણ આવી ગઈ છે અને ત્યારબાદ અન્ય અભિનેત્રીઓ અને મોડલો પણ પોતાની સાથે દુષ્કર્મ કે છેડતી થઈ હોવાની ઘટનાનો ઉલ્લેખ કરી આંતરરાષ્ટ્રીય અભિયાન #Metoo સાથે જોડાઈ ગઈ છે. જેના કારણે ભારતની સંસ્કૃતિ અને વિરાસતને મોટુ નુકશાન થઈ રહ્યુ છે. આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બનેલો છે.

સમાચારપત્રો અને ન્યુઝ ચેનલોમાં હાલ મી ટુ અભિયાનને જે રીતે ચલાવવામાં આવી રહ્યુ છે તે જોતા લાગી રહ્યુ છે કે ભારતની છબી ખરડાવવાના પ્રયાસ અંતર્ગત આ પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય હાથ હોઈ શકે છે. અહીં ખાસ એ નોંધવાનુ કે આ અભિયાન ખોટુ નથી પરંતુ કોઈપણ પ્રકારની સત્યતા ચકાસ્યા વિના કોઈપણ પ્રકારની તપાસ કર્યા વિના આ રીતે દેશની છબિ ખરડાય તે પ્રકારનુ કામ થઈ રહ્યુ છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.