ટીમ ઈન્ડિયાના નામે નોંધાયો વિશ્વ કપ-૨૦૧૯નો શરમજનક રેકોર્ડટીમ ઈન્ડિયાના નામે નોંધાયો વિશ્વ કપ-૨૦૧૯નો શરમજનક રેકોર્ડ

નવીદિલ્હી
By: admin   PUBLISHED: Wed, 10 Jul 2019 23:36:00 +0530 | UPDATED: Wed, 10 Jul 2019 23:36:00 +0530

ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વ કપ ૨૦૧૯મા કોઈપણ ટીમ દ્વારા પ્રથમ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વિશ્વ કપ ૨૦૧૯ની પ્રથમ સેમિફાઇનલમાં ટીમ ઈન્ડિયાએ ખરાબ શરૂઆત કરી હતી. ટીમ ઈન્ડિયાએ મહત્વની મેચમાં પ્રથમ ૧૦ ઓવરમાં ૨૪૦ રનના લક્ષ્યનો પીછો કરતા ૨૪ રન બનાવ્યા અને ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. વિશ્વ કપ ૨૦૧૯મા ટીમ ઈન્ડિયાનો આ સૌથી ખરાબ સ્કોર છે. ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ વિશ્વ કપ ૨૦૧૯મા કોઈપણ ટીમ દ્વારા પ્રથમ પાવરપ્લેમાં બનાવવામાં આવેલો સૌથી ઓછો સ્કોર છે.

ટીમ ઈન્ડિયાએ પ્રથમ પાવરપ્લેમાં ન માત્ર ૪ વિકેટ ગુમાવી પરંતુ માત્ર ૨૪ રન બનાવ્યા હતા. તેવામાં કહી શકીએ કે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડમાં ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઇ. ટીમ ઈન્ડિયાની આ ઈનિંગ પહેલા ન્યૂઝીલેન્ડના નામે આ શરમજનક રેકોર્ડ નોંધાયેલો હતો, જેણે આ મેચની પ્રથમ ઈનિંગમાં પ્રથમ ૧૦ ઓવરમાં ૨૭ રન બનાવ્યા હતા.

ખાસ વાત છે કે ન્યૂઝીલેન્ડે માત્ર ૧ વિકેટ ગુમાવી હતી અને ત્યારબાદ ૨૩૯ રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત ૧ રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી પણ ૧ રન નબાવી આઉટ થઈ ગયો હતો. કેએલ રાહુલ પણ એક રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ દિનેશ કાર્તિક દસમી ઓવરના છેલ્લા બોલ પર ૬ રન બનાવીને આઉટ થયો હતો.

વિશ્વ કપ ૨૦૧૯ના પાવરપ્લેમાં સૌથી ઓછા રન

૨૪/૪ ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, માન્ચેસ્ટર

૨૭/૧ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર

૨૮/૧ ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, બર્મિંઘમ

૨૯/૨ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ભારત, માન્ચેસ્ટર

૩૦/૨ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, માન્ચેસ્ટર

૩૧/૧ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લોડ્‌ર્સ

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.