સેના પ્રત્યે આકર્ષણ કેમ ઘટયુ છે? વાંચો

સેનામાંથી મોટી સંખ્યામાં અધિકારી નિવૃતિ કેમ સ્વીકારી રહ્યા છે ?
By: admin   PUBLISHED: Thu, 10 Jan 2019 22:33:59 +0530 | UPDATED: Tue, 15 Jan 2019 15:41:18 +0530

દેશની સેનાની વર્ધી પહેરીને પોતાને ગર્વ થાય તેવુ કામ કરનાર ઓફિસર હવે સ્વૈચ્છિક નિવૃતિ કેમ લઇ રહ્યા છે : તુલનાત્મક સ્તર ઘટી ગયુ છે

દેશની સેનાની વર્ધી પહેરીને પહેલા જવાનો અને અધિકારીઓ ગર્વ અનુભવ કરતા હતા. આજે પણ ગર્વ અનુભવ કરે છે. તેમના પરિવારના સભ્યો પણ આજે પણ ગર્વ અનુભવ કરે છે. જો કે સેનાના જવાનોની સામે પહેલા કરતા આજે જટિલ સ્થિતી અને વધુ પડકારો આવી ગયા છે. સાથે સાથે અન્ય કેટલાક એવા પરિબળો પણ છે જેના કારણે હાલના સમયમાં સેનાના જવાનો અને અધિકારીઓ પહેલા કરતા વધુ સંખ્યામાં સ્વૈચ્છિક નિવૃતિ લેવા માટે આગળ આવી રહ્યા છે. ઘટતા તુલનાત્મક સ્તરને પણ આના માટે જવાબદાર ગણી શકાય છે.

સેવા નિવૃત થઇ રહેલા ઓફિસર અને જવાનોની સંખ્યામાં ઘટાડો કેમ થઇ રહ્યો છે  ?  આ જવાનો નોકરી કેમ છોડી રહ્યા છે  ?  સેના પ્રત્યે આકર્ષણ કેમ ઓછુ થઇ રહ્યુ છે  ?  તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રકારની પરિસ્થિતી માટે કોણ જવાબદાર છે  ?  તેવા પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. આજે અમે આ પ્રશ્નો પર લેખમાં ચર્ચા કરવા જઇ રહ્યા છીએ..

સંરક્ષણ મામલાના નિષ્ણાંત આલોક બંસલે હાલમાં એક અગ્રણી અખબારમાં કહ્યુ હતુ કે પહેલા શાહી ખાનદાનમાંથી મોટા ભાગના લોકો સેનામાં સામેલ થતા હતા અને પોતાને ગર્વ થાય તેવુ કામ કરતા હતા. પરંતુ હવે રાજકીય નેતાઓના ખાનદાનમાંથી કેટલા લોકો સેનામાં આવવાનુ પસંદ કરે છે તે પ્રશ્ન રહેલો છે. પહેલા અધિકારીઓના બીજા નંબરના હોદ્દા સંયુક્ત સચિવની સમકક્ષ  સેનાના મેજર જનરલના હોદ્દા હોતા હતા.

હોદ્દાની પુન રચના કરવામાં આવ્યા બાદ સચિવની ઉપર વધારાના સચિવ, ખાસ સચિવ અને પ્રમુખ સચિવ  તેમજ કેબિનેટ સચિવના હોદ્દા થઇ ગયા છે. મેજર જનરલના હોદ્દાને હજુ પણ સેનામાં વરિષ્ઠતાની દ્રષ્ટિએ હજુ પણ ત્રીજા નંબરમાં ગણવામાં આવે છે. તેમાં કોઇ સુધારા થયા નથી. ભારતીય સેનામાં અધિકારી વર્ગ  સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના માટે મોટી સંખ્યામાં અરજી કરી રહ્યા છે.

છેલ્લા થોડાક સમય પહેલા હેવાલ આવ્યા હતા કે ભૂમિ સેનામાં વર્ષ ૨૦૧૭માં ઓક્ટોબર સુધીમાં ૨૩૯, હવાઇ દળમાં ૧૪૪ અધિકારીઓએ વીઆરએસ માટે અપીલ કરી હત. નૌકા સેનામાં ૩૦મી માર્ચ ૨૦૧૭ સુધી ૩૦ અધિકારી વીઆરએસ લઇ ચુક્યા છે. ગયા વર્ષે ભૂમિ સેનામાં ૨૯૧, હવાઇ દળમાં ૧૩૯ અને નોકાસેનામાં ૧૪૨ અધિકારીઓએ વીઆરએસ લેવાની જાહેરાત કરી હતી. એવુ નથી કે આ નોકરીને લઇને હવે આકર્ષણ ઘટી ગયુ છે. પરંતુ વાસ્તવિકતા એ છેસ કે જીવનની કડવી વાસ્તવિકતા હવે લોકોને દેખાવવા લાગી ગઇ છે. એ એક મોટા કારણ તરીકે ગણી શકાય છે.

એક સમય હતો જ્યારે રાજા મહારાજા અને શાહી ખાનદાનના લોકો સેનામાં ભરતી થતા હતા. મોટા ભાગના લોકો સેનામાં જોડાઇને ગર્વ અનુભવ કરતા હતા. હવે એવા ગણતરીના શાહી પરિવાર હશે જેમના પરિવારના સભ્યો સેનામાં જોડાઇ રહ્યા છે. જાણકાર લોકો માને છે કે નેતા છે તો પણ તેમના પરિવારમાંથી સેનામાં યુવાનોને મોકલી દેવા જોઇએ. સેનામાં પણ નેતૃત્વની કુશળતા દર્શાવવામાં આવે તે સમયની માંગ છે. હકીકત એ પણ છે કે આ નોકરીના કઠોર જીવન અને સમાજમાં સતત ગબડી રહેલા સ્તરના કારણે સેનાને લઇને આકર્ષણ ઘટી રહ્યુ છે. સમાજમાં સેનામાં કામ કરવાને લઇને કોઇ વાંઘો નથી. આજે પણ તમામ દેશના લોકો સેનાના જવાનો પ્રત્યે ગર્વની ભાવના ધરાવે છે.

સમય સમય પર સેનાને લઇને દેશના લોકોની ભાવના પ્રગટ થતી રહે છે. સરકારના ઇરાદા પર પણ શંકા કરવી યોગ્ય નથીય. કારણ કે સરકાર દ્વારા પણ સેનાના જવાનોને ઘણુ બધુ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છતાં હવે સેનાના જવાનો સંતુષ્ટ દેખાઇ રહ્યા નથી.ય આ બાબતને ફરી સમજી લેવાની જરૂર છે કે કારણ કે તેમને જે મળ્યુ તેનાથી તેઓ અસંતુષ્ટ એટલા માટે છે કે અધિકારી સ્તર પર તેમના સ્તર પર રહેલા લોકોને તેમના કરતા વધારે લાભ મળી રહ્યા છે.

તુલનાત્મક દ્રષ્ટિએ અન્યોને તેમના કરતા વધારે લાભ મળી રહ્યા છે. દાખલા તરીકે કોઇ પ્રદેશના પોલીસ વિભાગના વડાના પદને ભૂમિ સેનાના વડાના મેજર જનરલના સમકક્ષ ગણવામાં આવતા હતા. ઉત્તરપ્રદેશના જ દાખલાને લઇ લેવામાં આવે તો ચિત્ર સ્પષ્ટ થઇ જાય છે. ઉત્તરપ્રદેશમાં ૨૬ પોલીસ મહાનિર્દેશક છે. તેમની નીચે કેટલાક અધિકારીઓ છે. સ્થિતી થે થઇ ગઇ ગઇ છે કે પોલીસના વડાના હોદ્દાના બદલે મેજર જનરલના હોદ્દાને પોલીસ મહાનિર્દેશકના હોદ્દા સમાન ગણવામા ંઆવે છે. સ્થિતીમાં સુધારો કરાય તે જરૂરી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.