ઈમાનદાર ટેક્સપેયર્સને સરકાર આપશે મોટી ભેટ

ગવર્નરની સાથે ચા પીવાની તક, એરપોર્ટ પર પાસપોર્ટ ચેકિંગને લઈ કેટલીક છૂટછાટ પણ આપવામાં આવશે
By: admin   PUBLISHED: Thu, 11 Oct 2018 18:43:08 +0530 | UPDATED: Thu, 11 Oct 2018 18:43:08 +0530

ટેક્સ કલેક્શનને પ્રોત્સાહન આપવા

સમય પર ટેક્સ કલેક્શનને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર એક નવી રીત અપનાવવાની તૈયારીમાં છે. જો તમે સમયસર પોતાનો ટેક્સ જમા કરાવી દો છો તો કેન્દ્ર સરકાર તમને એક ખાસ ભેંટ આપી શકે છે. ટેક્સ જમા કરવા પર સરકાર તરફથી આપવામાં આવનાર ભેંટના રુપમાં તમે ગવર્નર સાથે ચાય પર ચર્ચા કરી શકો છો, એરપોર્ટ પર પાસપોર્ટ ચેકિંગને લઈને કેટલીક છૂટછાટ મળી શકે છે. એટલુ જ નહીં ટોલ જમા કરવા માટે પણ તમારા માટે વિશેષ ટોલ લેનની સુવિધા આપવામાં આવી શકે છે, તેમજ એરપોર્ટ પર લાઉંસ એક્સેસ પણ મળી શકે છે.  કેન્દ્ર સરકાર દેશના ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના બનાવી રહી છે.

મળતી માહિતી મુજબ આ મામલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અંતર્ગત એક કમિટીની નિમણૂંક કરવામાં આવી છે જે આ મામલે પોતાનો રીપોર્ટ આપશે. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય ટેક્સપેયર અને સરકાર વચ્ચે વિશ્વાસ વધારવાનો છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ વર્ષ  ૨૦૦૪ પહેલા પણ ઈમાનદાર ટેક્સપેયરને રીવોર્ડ આપતુ રહ્યુ છે.

આ યોજનાનુ નામ સન્માન હતું. પરંતુ વર્ષ ૨૦૦૪ બાદ યોજના યોગ્ય રીતે આગળ ન વધી શકી. ત્યારે આ વચ્ચે બ્લેકમની અને બેનામી સંપત્તિ માટે કાયદો આવ્યો. આવામાં ઈમાનદાર ટેક્સપેયરમાં પણ વિશ્વાસ કાયમ કરવાને લઈને સરકાર ફરીથી આ યોજના શરુ કરવા જઈ રહી છે.  મહત્વનુ છે કે ઈમાનદાર કરદાતાને સન્માનિત કરવાની યોજના અન્ય દેશોમાં પણ ચાલી રહી છે. જેમાં જાપાન, ફિલિપિંઝ, સાઉથ કોરીયા જેવા દેશનો સમાવેશ થાય છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.