રોહિત અને કુલદીપની કોહલીએ કરેલી પ્રશંસા

બંનેની ભારતની જીતમાં ભૂમિકા
By: admin   PUBLISHED: Mon, 17 Jun 2019 14:24:31 +0530 | UPDATED: Mon, 17 Jun 2019 14:24:31 +0530

માન્ચેસ્ટર,તા. માન્ચેસ્ટરના ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાન પર જીત મેળવી લીધા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા અને કુલદીપ યાદવની ભરપુર પ્રશંસા કરી હતી. પાકિસ્તાન પર જીતમાં ભૂમિકા અદા કરનાર રોહિત શર્માએ શાનદાર સદી હતી. જ્યારે કુલદીપે પાકિસ્તાનની ઇનિગ્સમાં બે પ્રાઇઝ વિકેટ ઝડપી હતી. આની સાથે જ ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી.

રોહિત શર્માના ૧૪૦ રનની મદદથી ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન કર્યાહતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ વરસાદગ્રસ્ત મેચમાં નિર્ધારિત ૪૦ ઓવરમાં છ વિકેટે ૨૧૨ રન કર્યા હતા. કોહલીએ મેચ બાદ કહ્યુ હતુ કે રોહિતે પ્રથમ મેચમાં અમને એકલા હાથે જીત અપાવી હતી. બીજી મેચમાં ટીમ પ્રયાસ રહ્યા હતા અને પાકિસ્તાન સામે રોહિતે ફરી એકલા હાથે જીત અપાવી દીધી છે. કુલદીપે શાનદાર બોલિંગ કરી હતી. જે બોલમાં બાબરને આઉટ કર્યો હતો તે જોરદાર બોલ હતો. ભુવનેશ્વરને ઇજા ગંભીર નહીં હોવાની પણ કોહલીએ વાત કરી હતી.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.