Wednesday,18 September 2019,17:28:01

ગુજરાત પોલીસ હેરાન કરતી હોવાની IAS ગૌરવ દહીયાની હાઈકોર્ટમાં અરજી

ગૌરવ દહિયા સામે મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.
By: admin   PUBLISHED: Mon, 19 Aug 2019 17:56:07 +0530 | UPDATED: Mon, 19 Aug 2019 17:56:07 +0530


ગાંધીનગર

સસ્પેન્ડેડ IAS ગૌરવ દહિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક અરજી કરીને પોલીસ પર હેરાનગતિના આરોપ લગાવ્યાં છે, તેમનું કહેaવું છે કે તેમનો કેસ દિલ્હીનો છે તેમ છતા ગુજરાત પોલીસ દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યાં છે, દહિયાના આક્ષેપો બાદ કોર્ટે રાજ્ય સરકારને 22મી ઓગસ્ટ સુધીમાં વલણ સ્પષ્ટ કરવા આદેશ આપ્યો છે.

દિલ્હીની મહિલા નીલુસિંહે ગૌરવ દહિયા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે, મહિલાએ કહ્યું છે કે દહિયાના લગ્ન થઇ ગયા હતા, તેમ છંતા મારી સાથે સંબધો બનાવ્યાં, મારી સાથે લગ્ન કર્યા અને તેમનાથી અમારે એક પુત્રી પણ છે, પરંતુ દહિયા હવે તેને અપનાવી રહ્યાં નથી.

 આ મહિલાએ દહિયા સામે દિલ્હીમાં પોલીસ ફરિયાદ કરી હતી, તે ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઇ હતી, સામે ગૌરવ દહિયાએ મહિલા સામે બ્લેકમેઇલિંગની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
 ગાંધીનગરના સેકટર 7 પોલિસ સ્ટેશનમાં ગૌરવ દહીયા વિરુદ્ધ ફરિયાદ થઈ છે.ગાંધીનગર પોલીસે ગૌરવ દહિયાને હાજર રહેવા માટે ચાર વાર નોટિસ મોકલી હતી પરંતુ તે હાજર રહ્યાં ન હતાં.

ગુજરાતની રૂપાણી સરકારે પણ આ કેસમાં તપાસના આદેશ આપ્યાં હતા, એક કમિટી ના રિપોર્ટને આધારે સસ્પેન્ડેડ IAS દહિયા સામે પુરાવા મળ્યાં હતા, જેથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.

લીનુસિંહના આક્ષેપોની ગાંધીનગર અને દિલ્હી પોલીસ સમાંતર તપાસ કરી રહી હોવાથી 21 ઓગસ્ટે દિલ્હીના માલવિયા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનું છે. તેમજ આ મામલે પણ ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી માર્ગદર્શન પણ માગ્યું છે

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.