ચેન્નાઇ એન્જિનિયરે નાસાના ફોટોમાં વિક્રમને શોધી કાઢ્યુ

નાસાએ શાનમુગાના સહકાર બદલ આભાર માન્યો અને પ્રશંસા કરી : વિક્રમને શોધવા નાસા-ઇસરો લાગેલા હતા
By: admin   PUBLISHED: Tue, 03 Dec 2019 17:00:24 +0530 | UPDATED: Tue, 03 Dec 2019 17:00:24 +0530


શાનમુગાએ ફોટો પર જોરદાર મહેનત કરી હતી

અમેરિકી સ્પેસ રિ+ર્ચ એજન્સી (નાસા)એ ચન્દ્રના સાઉથ પોલના ફોટા જારી કર્યા હતા. ચેન્નાઇના એન્જિનિયર શાનમુગા સુબ્રમણ્યમ દ્વારા ત્યારબાદ આ ફોટાઓને લઇને ખુબ મહેનત કરવામાં આવી હતી. આખરે તે દુર્ઘટનાગ્રસ્ત થયેલા ચન્દ્રયાન-૨ના વિક્રમ લેન્ડરના કાટમાળની જગ્યાને શોધ લેવામાં સફળ રહ્યો હતો.

માહિતી પાકી રીતે મેળવી લીધા બાદ શાનમુગાએ નાસાના વૈજ્ઞાનિકોને આ સંબંધમાં જાણ કરી હતી. ત્યારબાદ નાસાએ હવે આને સમર્થન આપ્યુ છે. સાથે સાથે નાસાએ શાનમુગાના સહકાર માટે તેમનો આભાર આન્યો છે અને પ્રશંસા પણ કરી છે. નાસાએ પ્રશંસા તેની કરતા ભારતમાં એન્જિનિયરની ચર્ચા છે. શાનમુગા ઉર્ફે શાન મેકેનિકલ એન્જિનિયર  અને કોમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે છે.

હાલમાં તે ચેન્નાઇમાં લેનોક્સ ઇન્ડિયા ટેકનોલોજી સેન્ટરમાં આર્કિટેક્ટ તરીકે કામ કરે છે. સાતમી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે વિક્રમે ઉતરાણ કરતી વેળા ચન્દ્ર પર હાર્ડ લેન્ડિંગ કરતા દુર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે ઇસરોને નિરાશા હાથ લાગી હતી. હાર્ડ લેન્ડિંગના આ પાસામાં શોધ કરીને શાનમુગાએ મોટુ યોગદાન આપ્યુ છે. શાન મદુરાઇનો નિવાસી છે. તે આ પહેલા કોગ્નિઝેન્ટમાં કામ કરી ચુક્યો છે.

વિક્રમ લેન્ડરના કાટમાળના સંબંધમાં માહિતી મેળવી લેવા માટે શાને નાસાના લુનર ઓર્ટિબર દ્વારા લેવામાં આવેલા ફોટો પર જોરદાર મહેનત કરી હતી. આ ફોટો ૧૭મી સપ્ટેમ્બર, ૧૪ અને ૧૫ ઓક્ટોબર અને ૧૧મી નવેમ્બરના દિવસે ફોટો લેવામાં આવ્યા હતા. હવે નાસાએ શાનની ભારે પ્રશંસા કરી છે. તેની શોધની માહિતી આપતા નાસાના ડેપ્યુટી પ્રોજેકેટ વૈજ્ઞાનિક જોન કેલરે શાનને પત્ર લખીને વિક્રમ લેન્ડરના કાટમાળને શોધી કાઢવા માટે આભાર માન્યો છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.