ટીમ પસંદગીમાં માત્ર યો-યો ટેસ્ટ માપદંડ ન હોવુ જોઈએ

ભૂતપૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફનું માનવુ
By: admin   PUBLISHED: Sat, 03 Nov 2018 17:08:37 +0530 | UPDATED: Sat, 03 Nov 2018 17:08:37 +0530

જો કોઈ ખેલાડી સારી રમત દાખવે છે તો તેને માત્ર યો યો ટેસ્ટમાં નિષ્ફળ જવાના કારણે ટીમથી બહાર ન કરી શકાય

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે જણાવ્યુ કે, ટીમમાં સ્થાન પાકુ કરવા માટે માત્ર યો-યો ફિટનેસ ટેસ્ટને સ્કેલ બનાવવાની જગ્યાએ વધુ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી યો-યો ટેસ્ટમાં ૧૬.૧ પોઈન્ટ મેળવનાર ખેલાડીઓને ભારતીય ટીમમાં સ્થાન મળે છે. કૈફે આ અંગે જણાવ્યુ કે, ફિટનેસ ખૂબ જ મહત્વની વસ્તુ છે કારણકે તેનાથી ફિલ્ડિંગ સ્તરમાં ખૂબ જ સુધારો આવ્યો છે, પરંતુ આમાં વધુ સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ.

પોતાના સમયમાં ટીમના સૌથી ફીટ ખેલાડીઓમાંથી એક રહી ચુકેલ મોહમ્મદ કૈફે જણાવ્યુ કે, જો ખેલાડી રન બનાવી રહ્યો છે અને વિકેટ લઈ રહ્યો છે તો માત્ર યો-યો ટેસ્ટમાં નિષ્ફળ હોવાના કારણે તેને ટીમથી બહાર ન કરી શકાય. અંબાતી રાયડુ આનુ સૌથી તાજુ ઉદાહરણ છે જેણે આઈપીએલમાં ૬૦૦થી વધુ રન બનાવ્યાના બે વર્ષ બાદ રાષ્ટ્રીય ટીમમાં પોતાનુ સ્થાન પાકુ કર્યુ, પરંતુ યો યો ટેસ્ટમાં નિષ્ફળ થવાના કારણે તેને ટીમમાંથી બહાર થવુ પડ્યુ.

આ ફિટનેસ ટેસ્ટમાં સફળ થયા બાદ જોકે તેને એશિયા કપની ટીમમાં સ્થાન મળ્યુ. કૈફે જણાવ્યુ કે, અમારા સમયમાં બીપ નામનો ફિટનેસ ટેસ્ટ રહેતો હતો, જેમાં એ જાણકારી મેળવવામાં આવતી કે ટીમમાં કયો ખેલાડી સૌથી ફીટ છે, પરંતુ આ ટેસ્ટમાં સારુ ન કરનાર ખેલાડીને ક્યારેય ટીમમાંથી બહાર નથી કરાયો.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.