હૈદરાબાદ રેપ ઘટનાક્રમ: હૈદરાબાદ પોલીસની ચારેબાજુ ભારે પ્રશંસા

ત્રીજી ડિસેમ્બરના દિવસે ચારે આરોપી પૈકી એકે કિડનીમાં બિમારીની સારવાર માટે માંગ કરી હતી
By: admin   PUBLISHED: Fri, 06 Dec 2019 13:21:12 +0530 | UPDATED: Tue, 10 Dec 2019 15:53:40 +0530

હૈદરાબાદ,

સમગ્ર દેશને હચમચાવી મુકનાર હૈદરાબાદ વેટનરી તબીબ પર ગેંગ રેપ અને ત્યારબાદ તેની હત્યા કરીને તેને સળગાવી દેવાની ઘટનાના ૧૦ દિસ બાદ આજે ચારેય નરાધમ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. હૈદરાબાદના પોલીસ કમીશ્નર વીસી સજ્જનારે આ તમામ નરાધમો ઠાર થયા હોવાની કબુલાત કરી છે. તેમણે કહ્યુ છે કે આ નરાધમોએ એ વખતે ભાગી છુટવાના પ્રયાસ કર્યા હતા જ્યારે પોલીસ તેમને ઘટનાસ્થળ પર ક્રાઇમ સીન દોહરાવવા માટે લઇને પહોંચી હતી. હૈદરાબાદ ગેંંગ રેપ અને મર્ડરનો ઘટનાક્રમ નીચે મુજબ છે.

             ૨૮મી નવેમ્બરના દિવસે સરકારી હોસ્પિટલમાં સહાયક પશુ તબીબ તરીકે કામ કરનાર ૨૫ વર્ષીય મહિલાનો અર્ધ બળી ગયેલો મૃતદેહ  શાદનગરમાં એક પુલ નીચે મળી આવ્યો હતો. આના એક દિવસ પહેલા તે લાપતા થઇ ગઇ હતી

             ૨૯મી નવેમ્બરના દિવસે આ કેસમાં ૨૦થી ૨૪ વર્ષની વયની વચ્ચેના ચાર શખ્સોની તબીબ સાથે બળાત્કાર, તેની હત્યા અને તેના મૃતદેહને સળગાવી દેવાના મામલે ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ ચારેય આરોપીને ૧૪ દિવસ માટે જ્યુશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા

             ૨૯મી નવેમ્બરના દિવસે ચારે આરોપી મોહમ્મદ આરિફ, શિવા, નવીન અને ચેન્નાકેશવુલુએ બનાવને અંજામ આપતા પહેલા ટોન્ડુપલ્લી ટોલ પર શરાબ પી રહ્યા હતા. રોચક બાબત એ છે કે પિડિતાને ફસાવી લેવા માટે ચારે શખ્સોએ જાળ બિછાવી હતી. જેના કારણે જ તેમનો પર્દાફાશ થયો હતો. સાયબર પોલીસે શાદનગર અંડરપાસ નીચે પિડિતાનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો

             ૨૯મી નવેમ્બરના દિવસે સાઇબરાબાદના પોલીસ કમીશ્વર વીસી સજ્જનારે કહ્યુ હતુ કે કાવતરા હેઠળ ગેંગ રેપ અને હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવી હતી, ચારે આરોપી આ ઘટનામાં સામેલ હતા. પિડિતાની માતાએ તમામને બોધપાઠ ભણાવવા માટે નરાધમોને ફાસી આપવા માટેની માંગ કરી હતી

             ૨૯મી નવેમ્બરના દિવસે હૈદરાબાદમાં વકીલોએ ચારે આરોપીનો કેસ ન લડવાનો નિર્ણય કર્યો હતો. શાદનગર બાર એસોશિએશને શનિવારના દિવસે જ જાહેરાત કરી હતી કે તબીબ સાથે રેપ કરનાર ચારે આરોપીને કોઇ મદદ કરવામાં આવનાર નથી

             ૩૦મી નવેમ્બરના દિવસે તેલંગણાના મુખ્યપ્રધાન કે . ચન્દ્રશેખર રાવે કેસમાં ઝડપથી તપાસ કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા માટે જાહેરાત કરી હતી

             ૩૦મી નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય મહિલા પંચની ટીમે પિડિતના પરિવારના સભ્યો સાથે મળીને માહિતી મેળવી હતી. સાથે સાથે પોલીસની કાર્યશેલી પર પ્રશ્નો કર્યા હતા

             પહેલી ડિસેમ્બરના દિવસે તેલંગણા પોલીસ મહાનિર્દેશક એમ મહેન્દ્ર રેડ્ડીએ આ મામલે થયેલી કેસની સમીક્ષા કરી હતી. સાથે સાથે લાપરવાહી કરનાર પોલીસ સામે પગલા લીધા હતા

             પહેલી ડિસેમ્બરના દિવસે ભારતીય યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇના સભ્યોએ રેપ અને હત્યાના મામલે મોરચો કાઢ્યો હતો

             બીજી ડિસેમ્બરના દિવસે તેલંગાણાના હૈદરાબાદમાં તબીબ પર રેપ હત્યા મામલે સંસદમાં ગુંજ રહી હતી.

             ત્રીજી ડિસેમ્બરના દિવસે દિલ્હી મહિલા પંચે કઠોર કાયદાની માંગ કરીને દેખાવ કર્યા હતા

             ત્રીજી ડિસેમ્બરના દિવસે ચારે આરોપી પૈકી એકે કિડનીમાં બિમારીની સારવાર માટે માંગ કરી હતી

             ચોથી ડિસેમ્બરના દિવસે મહિલા તબીબ પર રેપ અને હત્યાના મામલે સુનાવણી માટે ખાસ કોર્ટની રચનાની જાહેરાત કરવામાં આવી

             છઠ્ઠી ડિસેમ્બરના દિવસે કેસના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધા

 

 

 

 

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.