ધોનીની કમાલ, ૨૦ વર્ષ પહેલા પિતાનો અને હવે પુત્રનો કર્યો શિકાર

નવીદિલ્હી
By: admin   PUBLISHED: Sat, 27 Apr 2019 22:02:04 +0530 | UPDATED: Sat, 27 Apr 2019 22:02:04 +0530

ધોનીએ ૨૦ વર્ષ પહેલા ૧૯૯૯-૨૦૦૦માં બિહાર રણજી ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું

સિંહ ક્યારેય શિકાર કરવાનો ભૂલતો નથી, આ વાત એમએસ ધોની ઉપર યોગ્ય સાબિત થાય છે. જેમ-જેમ તેની ઉંમર વધી રહી છે તેમ-તેમ તેનો રમવાનો અંદાજ વધારે આકર્ષક બની રહ્યો છે. બેટિંગ ઉપરાંત વિકેટ પાછળ પણ ધોની ઘણો ચપળ છે. તે એટલો ઝડપથી બેટ્‌સમેનને આઉટ કરે છે કે ખેલાડી દંગ રહી જાય છે. આ બધાની વચ્ચે ધોનીએ એક એવી કમાલ કરી બતાવી છે કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

ધોનીના પ્રશંસકોને ખબર છે કે ધોનીએ ૨૦ વર્ષ પહેલા ૧૯૯૯-૨૦૦૦માં બિહાર રણજી ટીમ તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ દરમિયાન ધોની ઘણા સ્ટાર ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતર્યો હતો.તે સમયે ધોનીએ એક એવા ખેલાડીને આઉટ કર્યો હતો જેમનો પુત્ર હવે આઈપીએલ સિઝન-૧૨માં રમી રહ્યો છે. ધોની પિતા અને પુત્ર બંનેને આઉટ કરી ચૂક્યો છે.

ધોનીની ટીમ ચેન્નાઈ થોડા દિવસો પહેલા રાજસ્થાન રોયલ્સ સામે વિજય મેળવ્યો હતો. જેમાં ધોનીએ ૧૭ વર્ષીય રિયાન પરાગને આઉટ કર્યો હતો.

ધોનીએ ૨૦ વર્ષ પહેલા બિહાર રણજી ટીમમાં સ્થાન બનાવ્યું હતું. તે સમયે તેનો મુકાબલો રિયાનના પિતા પરાગ દાસ સાથે થયો હતો. જ્યાં ધોનીએ તેમને આઉટ કર્યા હતા. ધોનીએ પરાગ દાસનું સ્ટમ્પિંગ કર્યું હતું. આમ ધોનીએ પિતા અને પુત્રનો શિકાર કરી કમાલની સિદ્ધિ મેળવી છે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.