વિરાટ કોહલીના નિશાન પર સચિનનો રેકોર્ડ, કોટલામાં બનશે નવો કીર્તિમાન

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો વિરાટ કોહલીના હોમગ્રાઉન્ડ કોટલામાં રમાશે
By: admin   PUBLISHED: Tue, 12 Mar 2019 23:16:52 +0530 | UPDATED: Tue, 12 Mar 2019 23:32:25 +0530

નવીદિલ્હી

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો વિરાટ કોહલીના ઘરમાં છે. હવે પોતાનો વિસ્તાર હોય તો જાહેર છે ધમાકો પણ જબરદસ્ત હશે. વિરાટ કોહલી પણ ધમાકો કરશે અને એવો ધમાકો જેની મદદથી તે સચિન તેંડુલકરના રનો અને સદીનો રેકોર્ડ તોડી શકે છે. જી હાં, પોતાના હોમગ્રાઉન્ડ કોટલા પર વિરાટ, સચિનનો એક રેકોર્ડ તોડવાની નજીક છે.

 દિલ્હીના ફિરોઝશાહ કોટલાની પિચ પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે નોંધાયેલો છે. સચિને કોટલા પર વનડેની ૮ ઈનિંગમાં ૩૭.૫૦ની એવરેજથી પૂરા ૩૦૦ રન બનાવ્યા છે. તેણે આ દરમિયાન ૧ સદી અને ૧ અડધી સદી ફટકારી હતી. તો વિરાટે માત્ર ૫ વનડે ઈનિંગમાં ૨૦૨ રન બનાવ્યા છે ૫૦.૫૦ની એવરેજની સાથે.

વિરાટના નામે કોટલામાં એક સદી અને એક અડધી સદી છે. એટલે કે કોટલા પર સિચનના સૌથી વધુ રનનો રેકોર્ડ તોડવાથી વિરાટ માત્ર ૯૮ રન દૂર છે, અને જે રીતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી વનડે સિરીઝમાં તેનું બેટ બોલી રહ્યું છે તેને જોતા પોતાના હોમગ્રાઉન્ટ પર વિરાટ માટે સચિનનો રેકોર્ડ તોડવો મુશ્કેલ નથી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી સિરીઝમાં વિરાટે સૌથી વધુ રન બનાવ્યા છે.

 ૪ મેચોમાં તેણે અત્યાર સુધી ૭૨.૫૦ની એવરેજ અને ૧૦૯.૨ની સ્ટ્રાઇક રેટથી ૨૯૦ રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે ૨ સદી ફટકારી હતી. જો વિરાટ કોહલી કોટલાના મેદાન પર સદી ફટકારશે તો તે આ મેદાન પર બે સદી ફટકારનાર પ્રથમ બેટ્‌સમેન બની જશે.

Post Your Comment

Your Comments

Online Poll

Yes
No

Copyright © 2017 News of Gujarat | Design & Developed By Seawind Solution Pvt. Ltd.